હળવદ : શિશુ મંદિર ખાતે સોળ સંસ્કારમાના એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

0
52
હળવદ માં આવેલ વિદ્યાભારતી સંલગ્ન શિશુ મંદિર ખાતે પૌરાણિક પરંપરા મુજબ ૧૬ સંસ્કાર માનો ૧ સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી અને વિવિધ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્ય કરવામાં આવ્યું અને હાજર સૌ ભક્તિભાવ થી ઓતપ્રોત થઈ ગયા હતા.
આજ રોજ સરસ્વતી શિશુમંદિર ખાતે  ત્રણથી પાંચ વર્ષના બાળકોનો વૈદિક પરંપરા મુજબ સોળ સંસ્કાર માંથી એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બાળકના વાંચન લેખનનો પ્રારંભ કરાવવા માટે પ્રાચીન કાળ થી કરવામા આવે છે.
જેમાં કાર્યક્રમની શરૂઆતમા ગોરી દરવાજા સ્થિત શ્રી રામદેવપીર ના મંદિરે થી પોથી યાત્રા વાજતે ગાજતે નિકળી . જેમાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, ભાઈઓ બહેનો જોડાયા . ત્યારબાદ સૌપ્રથમ દીપપ્રાગટ્ય કરી સરસ્વતી માતાજી ની વંદના કરવામાં આવી અને ત્યારબાદ વાતાવરણ ની શુદ્ધિ માટે વાલીઓ દ્વારા અગિયાર વખત ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરી માઁ ગાયત્રી નું સ્મરણ કરી યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ એકવીસ વખત સમૂહ માં સરસ્વતી મંત્રના જાપ જપવામાં આવ્યા ત્યારબાદ વાંચન અને માળા નું પૂજન કરવામાં આવ્યું અને પાટી માં વાલી દ્વારા ૐ લેખન કરી વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો.
શિશુવાટિકાના પ્રધાનાચાર્ય  ગીતાબેને વિદ્યારંભ સંસ્કારનું મહત્વ સમજાવ્યું અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દ્વારા સંસ્થાની કામગીરી અને વિદ્યાભારતીના ઉદ્દેશ્ય વિશે માહિતી આપી… દરેક  વાલીઓએ હર્ષઉલ્લાસ સાથે માં કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ ના અંતે પ્રભુ પ્રસાદી લઈ કલ્યાણ મંત્ર બોલી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી
 રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here