- Advertisement -
આજરોજ રોટરી ક્લબ ઓફ હળવદ / સમસ્ત હળવદ યુવા ગ્રુપ તથા વિશ્વ હિન્દુ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સરકારી હોસ્પિટલ ખાતે સવારે ૯ થી ૧ કલાકે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં હળવદ ના તમામ જ્ઞાતિ ધર્મના યુવાન ભાઈઓ તથા બહેનો તથા વડીલોએ સ્વૈચ્છિક રીતે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કુલ ૧૧૫ લોકોએ રક્તદાન કરી અને માનવજીવનની જિંદગી બચાવવામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા , તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા , દિપક દાસજી મહારાજ મામલતદાર શ્રી વી કે સોલંકી સાહેબ , ધીરુભા ઝાલા , ભાવેશભાઈ ઠક્કર , સંદીપભાઈ પટેલ તથા સર્વે આગેવાન શ્રી ઓ એ હાજરી આપી અને રક્તદાતાઓ નો ઉત્સાહ વધારેલ
હળવદ મામલતદાર શ્રી વી કે સોલંકી સાહેબે પણ ઉત્સાહભેર રક્તદાન કરેલ
આ સ્વૈચ્છિક રક્તદાન શિબિર ને રોટરી ક્લબ ઓફ હળવદ / સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ ના સર્વે કાર્યકર્તાઓએ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પ માં લક્ષમણભાઈ ખીમજીભાઈ એરવાડિયા હસ્તે યોગેશભાઈ એરવાડિયા એ મુખ્ય આર્થિક સહયોગ આપ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી