- Advertisement -
જીવનમાં પાણીનું ખૂબ જ મહત્વ છે પણ હળવદ પંથકમાં ચોખ્ખા પિવાલાયક પાણીની સમસ્યા મહદઅંશે ઉભી થઈ રહી છે ત્યારે મિનરલ વોટરના નામે કોઈ પણ જાતની ધારાધોરણ વગર બેફામ બજારોમાં પાણીની બોટલો તેમજ પાઉચ ઠલવાય રહ્યાં છે જેમાં મિનરલ વોટરના ભરોસે લોકો પણ પાણી પેટમાં રેડી રહ્યાં છે ત્યારે આ પાણી કેટલાં અંશે સુરક્ષિત છે ? અને ખરેખર તંત્ર અજાણ હશે કે પછી લોકોના સ્વાસ્થ્યથી તંત્રને કોઈ જ ફેર પડતો નથી ?? ૮૦ ટકા રોગોનું કારણ આપણા રોજીંદા જીવનમાં વપરાતા પાણીની અશુદ્ધિ અને ક્ષારો રહેલાં હોય છે જેના લીધે કોલેરા, કમળો, ટાઈફોઈડ, પથરી, દાંતના રોગો,પાચનને લગતાં રોગો,હાડકાં તથા સાંધાના રોગો,આંતરડાના રોગો,અકાળે વાળ સફેદ થવા જેવા રોગોના ભોગ બનતા હોય છે.પંથકમાં ચોખ્ખું પિવાલાયક પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પિવાના પાણીનો ધિકતો ધંધો પણ વધી રહ્યો છે જેમાં ભારત સરકારના નિયમ અનુસાર (bis) મિનરલ વોટરના લેબોરેટરીમાં પસાર કરવું પડતું હોય છે જેમાં tds , p.h જેવાં ૨૦ ટેસ્ટ દ્વારા પેકેજટ ડ્રિન્કીંગ વોટરનુ પરિક્ષણ થાય છે ત્યારે પંથકમાં ગામડે ગામડે પિવાના પાણીનો મિનરલ વોટરના નામે ઘરે ઘરે ૨૦ લીટરની બોટલો ઠલવાઇ રહી છે ત્યારે જે કારખાનાદાર પાસે લેબોરેટરી કે પાણીની ગુણવત્તા કેવી રાખવી તેની પણ જાણકારી ના હોય તેવા મિનરલ વોટરના વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.બજારોમાં વિવિધ નામોના પાણીના પાઉચ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ઉપલબ્ધ છે ત્યારે આ મિનરલ વોટરના પાઉચ પણ કેટલા સુરક્ષિત છે? આ કારખાનેદારો પાસે bis ના સર્ટિફિકેટ હશે કે કેમ? આ કારખાનેદારો પાસે પાણીની ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરી હશે કે કેમ? ત્યારે બજારમાં ઠલવાતા પાણી જાહેર જીવનમાં કોઈ પણ જાતના રોકટોક વગર વેચાય રહ્યાં છે તો જવાબદાર તંત્ર પણ ક્યારે આળસ મરડીને કાર્યવાહી શું હાથ ધરશે ? મિનરલ વોટરના વેપારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યા મુજબ મિનરલ વોટરના વેપારીએ ગ્રામ પંચાયતની મંજુરી કે પછી નગરપાલિકાની મંજૂરી મેળવવાની હોય છે.પાણીની ગુણવત્તા ચકાસણી કરવા માટે લેબોરેટરી તેમજ bis નુ સર્ટિફિકેટ લેવાનું હોય છે. પ્લાન્ટમાં નિકળેલુ દુષિત પાણી જાહેર રસ્તાઓ પર કાઢી નાખવામાં આવે છે ત્યારે તેનો યોગ્ય નિકાલ કરવામાં પણ વામળા પુરવાર થાય છે. હળવદના ગામડાઓમાં પિવાલાયક ચોખ્ખા પાણીની પોકાર થતાની સાથે જ કોઈ પણ જાતની પરવાનગી વગર મિનરલ વોટરના ધંધો ખોલી નાખ્યા છે જેમાં પાણીનો ધંધો કરતાં વેપારીઓ પોતાની ફેક્ટરીમાં ૨૦૦ મિલી પાઉચ,૧ લીટર બોટલ અને ૨૦ લીટરની બોટલમાં પેકિંગ કરી વહેચી રહ્યાં છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં મિનરલ વોટરના વેપારીઓ પર જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી હાથ ધરશે ? તે પણ જોવાનું રહ્યું.
રિપોર્ટર : રોહિત પટેલ, cCN24NEWS, હળવદ, મોરબી