Saturday, April 20, 2024
Homeગુજરાતહળવદ : હાઇવે ઉપર ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ પલટી

હળવદ : હાઇવે ઉપર ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ પલટી

- Advertisement -

 

માળીયા હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક અચાનક રોડ ઉપર ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ ગાડી પલટી જતા કારમાં બેઠેલ બે યુવતીઓને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, માળીયા હળવદ હાઇવે ઉપર દેવળીયા નજીક ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ કાર નંબર (GJ-12- CG-4211)ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી.

વધુમાં કાર પલટી જતા કારમાં બેઠેલા ધ્રાંગધ્રાં તાલુકાના દુદાપુર ગામના વૃતિબેન અશોકભાઇ કાવર અને જીનલબેનને ઇજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર થતા કાર ચાલક તરંગભાઇ ભરતભાઇ સતાપરા (રહે, રાપર જિ. ભુજ, કચ્છ) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279,337,338 તથા એમ.વી.એકટ 177 અને 184 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular