દિવસ દરમિયાન સતત વ્યસ્ત રહેતા હાથની માવજત પણ છે જરૂરી, જાણો હાથને સોફ્ટ રાખવાની ટીપ્સ

0
13

સુંદર ચહેરાઓની જેમ, સુંદર હાથનું પણ આગવું મહત્વ છે. પરંતુ મોટાભાગના લોકો તેના તરફ ધ્યાન આપતા નથી. ખરેખર, લોકો આખો દિવસ બધા જ કામમાં હાથનો ઉપયોગ કરતાં હોય છે અને તેની સંભાળ લેવાનું ચુકી જાય છે. યોગ્ય સંભાળના અભાવના કારણે હાથની સુંદરતા ઘટી જાય છે. તેથી જરૂરી છે કે ચહેરાની જેમ હાથની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. જો તમે હાથની સુંદરતા અને સોફ્ટનેસ જાળવી રાખવા ઈચ્છતા હોય તો તમને હાથને સુંદર અને સોફ્ટ રાખવાની ટીપ્સ વિશે જણાવીએ.

હાથ, પગના અતિશય ડ્રાય રહેતા હોય તો એક ચમચી ગ્લિસરિન, 100 મિલી ગુલાબ જળમાં ભેળવી તેનો ઉપયોગ કરો.

તડકામાં કાળા પડેલા હાથનો રંગ સાફ કરવા થોડી ખાંડમાં લીંબુનો રસ મિક્સ કરીને હાથની ત્વચા પર હળવા હાથે મસાજ કરો અને ત્યારબાદ પાણીથી હાથ ધોઈ લો. – નખ માટે બદામનું તેલ એક ચમચી, એક ચમચી તલનું તેલ મિક્સ કરીને મિશ્રણ બનાવો. તેને દરરોજ તમારી ત્વચા અને નખ પર લગાવો.

નાળિયેર તેલમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. તેનાથી રોજ હાથ પર માલિશ કરવાથી હાથ સુંદર બને છે.

ચણાનો લોટ, દહીં અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને 20 મિનિટ માટે હાથ પર લગાવો. બાદમાં તેને થોડી મસાજ કરી તેને સાદા પાણીથી ધોઈ લો.

સ્નાન કરતી વખતે તેલનો ઉપયોગ હાથ પર કરવો જોઇએ. સ્નાન કર્યા પછી તરત જ શરીર પર બોડી લોશન અને ક્રીમ લગાવી લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here