સુરત : મહિલાની છેડતી, દુકાનમાં ઘૂસી છાતી પર નાખ્યો હાથ અને પછી…

0
27

સુરતમાં એક મહિલા છેડતીનો ભોગ બની હતી, દુકાનમાં એકલી મહિલાને એકલી જોઇ યુવકે ગંદુ બિભત્સ ચેનચારા કરી ગંદુ વર્તન કર્યું હતું. મહિલા જ્યારે ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી રહી હતી તે દરમિયાન નરાધમે છાતી પર હાથ નાખ્યો હતો. જ્યારે આ મામલે મહિલાએ વિરોધ કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદ બાદ પુણા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના સહારા દરવાજા સ્થિત નયા કમેલા દરવાજા વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં પતિ બહાર હોવાથી મહિલા હાજર હતી. આ દરમિયાન પતિ દુકાન પર નહિ હોવાને લઈને આરોપી જાવેદ આસીફખાન પઠાણ (રહે. સંજયનગર, સહારા દરવાજા) આવ્યો હતો. અને પાણીની બોટલની માંગણી કરી હતી. આરોપી જાવેદ આસીફખાન પઠાણે મહિલા પર દાનત બગાડી હતી.

મહિલા જ્યારે ફ્રીઝમાંથી બોટલ કાઢી રહી હતી ત્યારે નરાધમ જાવેદ આસીફખાને હાથ પકડી લીધો હતો. જાવેદખાનની હરકતોથી ચોંકી જનાર મહિલાએ પોતાનો હાથ છોડાવ્યો હતો પરંતુ જાવેદે જબરજસ્તી કરી મહિલા છાતી પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી. જેથી મહિલાએ પોતાનો બચાવ કરવા જાવેદખાનને ધક્કો મારતા તે દુકાન નીચે પડતા કપાળમાં ઇજા થઇ હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે પંદરેક મિનીટમાં જાવેદ લાકડાનો ફટકો લઇ પરત આવ્યો હતો અને શામ કો આકે તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દું તેવી ધમકી આપી ગાળા-ગાળી કરી હતી.

આ દરમિયના ઘરની નજીક રહેતી મહિલાની નણંદ પહોંચી મામલો થાળે પાડવાની કોશિશ કરી રહી હતી, ત્યારે આરોપીએ મહિલાની નણંદને લાકડાની ફટકા મારી ઇજાગ્રસ્ત કરી હતી. તોબીજી તરફ આજુબાજુના લોકો એકઠા થતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જતાં જતાં મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા, મહિલાએ આ મામલે તાત્કાલિક પુણા પોલીસ મથકે દોડી જઈને તેની શારીરિક છેડતી કરનાર જાવેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here