હાથરસ ગેંગરેપ : દોષીઓને ફાંસી પર લટકાવી દો, એવી સજા આપો કે…

0
0

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. મહિલા સુરક્ષાને લઇને ફરી કેટલાક શહેરોમાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઇ હતી. જ્યારે દિલ્હીમાં જંતર મંતર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ સહિતના નેતાઓ પણ તેમાં જોડાયા હતા.

સીએમ કેજરીવાલે કહ્યું કે, દોષીઓને જલદી ફાંસી થાય. આ કેસમાં રાજનીતિ ના થવી જોઇએ. વધુમાં જણાવ્યું હતું, આવી ઘટના યૂપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મુંબઈ અથવા દિલ્હી ક્યાંય પણ ના થવી જોઇએ. દેશમાં ક્યાંય પણ રેપની ઘટના ના થવી જોઇએ. જંતર-મંતર પર થઈ રહેલા પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ, જિગ્નેશ મેવાણી અને અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી.

કેજરીવાલે યોગી સરકારને આડે હાથ લીધી છે. કેજરીવાલે કહ્યું છે કે, કેટલાક લોકોએ આપણી હાથરસની દિકરીની સાથે અમાનવીય કૃત્ય આચર્યું. તેની સાથે બળાત્કાર થયો અને ત્યારબાદ તેની કરોડરજ્જૂ ભાંગી નાંખવામાં આવી. જેના કારણે તેનું મોત થયુ છે. કેજરીવાલે કહ્યું કે, સત્તાપક્ષનો પીડિતાના પરિવારની સાથે અયોગ્ય વ્યવહાર છે.

આ ઘટના પર યોગી સરકાર એક્શનમાં આવી હાથરસના એસપી વિક્રાંત વીર સિંહ, રામ શબ્દ, ઈન્સપેક્ટર દિનેશ કુમાર વર્મા, સબ ઈન્સપેક્ટર જગવીર સિંહ હેડ મોહર્રિર મહેશ પાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાથરસ કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક તપાસ રિપોર્ટના આધાર પર આ નિર્ણય કર્યો છે. સાથે બંને પક્ષો (પીડિત અને આરોપી) અને સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

આ પહેલા હાથરસ ગેંગરેપ ઘટનાને લઈ થઈ રહેલી આલોચનાઓ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડનારાઓને સંપૂર્ણ નાશ સુનિશ્ચિત છે.

યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, “તેઓને એવો દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પૂરુ પાડશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર તમામ માતા બહેનોની સુરક્ષા તથા વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. તે અમારો સંકલ્પ છે વચન છે. ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here