વેરાવળમાં રેલ કર્મચારીની ઈમાનદારી, મુસાફરનો મળેલો મોબાઇલ પરત કર્યો
વેરાવળ રેલવે સ્ટેશન પર રેલ કર્મચારી ભાવીન મેવાડા ને રેલવે મા સફર કરતાં પેસેન્જર હીરેન પરમાર નો મોબાઈલ સ્વીચ ઓફ કંડીશન મા મળેલ હતો તેમ છતાં ઈમાનદારી નુ ઉદાહરણ આપતા રેલ કર્મચારી એ કોલ લીસ્ટ માથી કોન્ટેક્ટ કરી ને ખોવાયેલ મોબાઈલ મુળ માલિક ને પરત કરી પ્રમાણીક્તાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે.
વેરાવળમાં ભારત વિકાસ પરિષદનાં સ્થાપના દિવસ ની ઉજવણી, 500 વૃક્ષોનું વિતરણ કરાયું
ભારત વિકાસ પરિષદ સ્થાપના દિન નિમિત્તે, ભારત વિકાસ પરિષદ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વન વિભાગ ગુજરાત સરકાર ના સહયોગ થી વીર સાવરકર ગાર્ડન, વાણંદ સોસાયટી, સ્ટેટ બેન્ક ની પાછળ, 80, ફૂટ રોડ પાસે, વેરાવળ મા 500 જેટલા નિશુલ્ક રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. અને રોપા ઉછેરની જાણકારી આપવામાં આવી હતી.
વેરાવળની કોલેજ દ્વારા વર્લ્ડ સ્કીલ ડેની ઉજવણી કરાઈ, 150 છાત્રોએ ભાગ લીધો
સોમનાથ – વેરાવળ હાઇવે રોડ પર આવેલી કે.વી. સેવનીયાનાં કોલેજમાં વર્લ્ડ સ્કીલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 150 છાત્રોએ ભાગ લીધો હતો. જે કાર્યક્રમ 9 થી 1 બપોરે 1.30 થી 5.30 સુધી સ્કીલ બાબતે ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મેંદરડામાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મેંદરડા |રામાનંદી યુવક મંડળ મેંદરડા દ્વારા તા. 21 જુલાઇ19 ને રવીવારે પ્રજાપતિ સમાજ મેંદરડા ખાતે રામાનંદી સમાજ ના વિધ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ રાખેલ છે જેમા ભાગ લેવા એલ .કે .જી થી કોલેજ સુધી ના તમામ પ્રકાર ના અભ્યાસ કરનાર વિધ્યાર્થીઓ એ પોતાની વર્ષ 2019 ની પાસ કરેલ માર્કશીટ અને રેશનકાર્ડ ની એક નકલ તા .17 જુલાઇ સુધીમાં આઈ પ્લેસ બેંક ઓફ બરોડા નીચે મેંદરડા ખાતે વહેલી તકે પહોંચાડવા જણાવવામાં આવ્યું છે.
મેંદરડા પંથકનાં જીંજુડા ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
મેંદરડા | મેંદરડાના જીંજુડા ગામે તારીખ 5 જુલાઇ 2019 ના રોજ ધોરણ 10 અને 12 મા ઉતક્રુષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સરપંચ શ્રી સતીષભાઈ કથીરીયા તેમજ તલાટી મંત્રી પરમાર ભાઈ તેમજ ગ્રામ પંચાયત જીંજુડા દ્વારા સન્માનીત કરવામા આવ્યા હતા.
અષાઢી બીજમાં ગૌશાળાનાં લાભાર્થે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવી 26,500નું ફંડ એકત્રીત કર્યું
ભેંસાણ |અષાઢી બીજનાં પૂણ્ય પર્વ નિમીતે ભેંસાણ પૃિષ્ટ સંસ્કાર પરિવાર દ્વારા સ્વર્ગવાસી સામાજીક કાર્યકર સતીષભાઇ કાછડીયાની વાડીએ ગૌશાળાના લાભાર્થે વાહન પાર્કિંગ યોજી રૂ.26,500નું ફંડ એકત્ર કરી ગૌશાળાને અર્પણ કરેલ. આ સેવાકીય કામગીરીનો ગામ લોકોએ પ્રશંસા કરી હતી.
માણાવદર પંથકનાં પાજોદમાં ગામના લોકો દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરાયું
જૂનાગઢ : માણાવદર તાલુકાના પાજોદ ગામે ગામની સેવાભાવી સંસ્થા દ્વારા ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. પાજોદ ગામ સમસ્ત યોજાયેલ આ સત્ય નારાયણ ભગવાનની કથામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રહ્યાં હતા તેમજ સત્ય નારાયણ ભગવાનની કથા સાંભળી હતી. સાથે કથાનો પ્રસાદ મોટી સંખ્યામાં ગામનાં લોકો એ લીધો હતો. તેવું અશોકભાઇ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સમસ્ત કોળી સમાજ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી અને કર્મચારીનો સન્માન સમારોહ
માંગરોળ | સમસ્ત કોળી સમાજ યુવક મંડળ-માંગરોળ દ્વારા અઢારમાં તેજસ્વી તારલા તથા તાલુકામાંથી નિવૃત થતા સમાજના કર્મચારીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.1 સપ્ટેંબરના લોહાણા મહાજન વાડી ખાતે આયોજીત આ કાર્યક્રમ સંદર્ભે શહેરના તથા યુવક મંડળનું સભ્યપદ મેળવનારના વિધાર્થીઓ જેમાં ધો.1 થી 9 માં 1 થી 3 નંબર મેળવનારે શાળામાં નંબર મેળવ્યાનો દાખલો, માર્કશીટ, સરનામું નોંધાવી જવું. આ ઉપરાંત શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ધો.10, ધો.12(સા.પ્ર.)માં 70%, ધો.12(વિ.પ્ર)માં 60 %, બી.એ., બી.કોમ, બી.આર.એસ.માં 70%,એમ.એસ.સી, એમ.સી.એ. સહિતની માસ્ટર ડિગ્રીમાં ૬૦% તેમજ ઉચ્ચ અભ્યાસક્રમો અને રાજય કક્ષાએ રમત ગમત કે અન્ય ક્ષેત્રે ભાગ લેનાર વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ માટે વહેલી તકે નામ નોંધાવી જવા યુવક મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.
માળિયાહાટીના શહેરમાં 17 જુલાઈનાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાશે
માળિયા | આગામી તા.17 જુલાઇએ બુધવારે માળિયાહાટીનામાં સવારે 8 થી બપોરનાં 12 સુધી વણીક મહાજન વાડીમાં રણછોડલાલ આંખની હોસ્પિટલ રાજકોટ સુધીની ફાઉન્ડેશન મુંબઇ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ, દવા, ઓપરેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં તબીબો સેવા આપશે. આથી આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.
માંગરોળ શહેરમાં પશુ, પ્રાણીનાં લાભાર્થે ચાલતાં ધૂન મંડળને 44 વર્ષ પૂરા થયા
માંગરોળ | માંગરોળમાં ગાયના ચારા અને પક્ષીઓની ચણના લાભાર્થે ચાલતું પ્રભાત ફેરી ધુન મંડળ 44 વર્ષે પૂર્ણ કરશે. હિન્દુ ધર્મની કોઈ પણ શોભાયાત્રા, જાહેર ધાર્મિક આયોજન, સુ:ખ-દુ:ખના પ્રસંગોએ શહેર અથવા ગામડામાં આમંત્રણ બાદ આ મંડળ ધુન, ભજન-કિર્તન, સત્સંગ કરવા જાય છે. ચાલુ વર્ષે આવી કુલ 80 જેટલી ધુન થઈ છે. આ મંડળના 45માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે આગામી તા.12ને શુક્રવારના રોજ મુરલીધર વાડીમાં રાત્રીના 9 વાગ્યાથી ધુન, ભજન,ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ધાર્મિક આયોજન તેમજ વાડીમાં બનાવેલ કૃતિઓના દર્શનનો લાભ લેવા મંડળ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.