અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં વકીલે કહ્યું હતું કે, ‘પોર્ન-સ્ટાર’ સ્ટોર્મી ડેનિયલ્સ તેમની સાથે મારા અસીલે (ડોનાલ્ડ ટ્રમ્પે) કરેલા કહેવાતા સમાગમની કથની અંગેનાં નિવેદનો બદલે છે તેથી સ્પષ્ટ અનુમાન બાંધી શકાય કે તે ઘટના બની જ ન હતી. પોર્ન-સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મેનહટન કોર્ટમાં આપેલાં સવિસ્તર નિવેદન પછી ટ્રમ્પનાં વકીલ સુસાન નેચેલેસે સ્ટોર્મી ડેનિયલ્સની ઉલટ તપાસ શરૂ કરી હતી. દરમિયાન તેમણે ડેનિયલ્સે હસ્તાક્ષર કરેલા નિવેદનની એક નકલ તેમને દર્શાવી હતી જેમાં તેણે ટ્રમ્પને મળ્યાં હોવાની વાત જ નકારી કાઢી હતી.સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના હસ્તાક્ષર હોવાનું કબૂલ્યું હોવા છતાં તે કહ્યું હતું કે, ‘તે હસ્તાક્ષર મારા છે પરંતુ તેમાં શું લખ્યું હતું તે હું જાણતી ન હતી.’જોકે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સમાગમની વાત જ તેમણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ‘તે ઘટના હું નકારી કાઢું છું કારણ કે તેવું કશું થયું જ ન હતું.’
આ સાથે ટ્રમ્પે તેને પૈસા આપ્યા હોવાની વાત પણ નકારી કાઢી હતી સાથે સ્પષ્ટતા કરી હતી કે ‘મેં કદી કોઈની પાસે કશા પણ પૈસા માગ્યા નથી, સિવાય કે મારી જીવન કથા પ્રસિદ્ધ કરનાર પ્રકાશક મેં સત્ય બહાર પ્રસારવા મારી જીવન કથા લખી છે. જે આત્મકથામાં હું બે વર્ષની થઈ અને થોડી સમજણી થઈ ત્યારથી અત્યાર સુધીની જીવન યાત્રા લખી છે, જે પૈકી આ ઘટનાઓ કેન્દ્ર સ્થાને રહી હતી.’ પ્રકાશક તે માટે આશરે મેં માંગેલા ૧૦ લાખ ડોલર્સને બદલે ૮ લાખ ડોલર આપવા કબૂલ થયા હતા પરંતુ તે હજી સુધી પૂરેપૂરા મળ્યા નથી. તેમ સ્ટોર્મી ડેનિયલ્સે તેમની ઉલટ તપાસમાં કોર્ટમાં કહ્યું હતું.૨૦૦૬માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની કહેવાતી મુલાકાત વિષે તેમણે કોર્ટમાં જે કંઈ કહ્યું તે તેમણે પહેલાં કરેલા નિવેદન અને તે પુસ્તકમાં અપાયેલી વિગતોથી તદ્દન જુદું હતું.હવે ટ્રમ્પનાં વકીલે ડેનીયલ્સને બરોબર ફાંસવામાં લેતાં પૂછ્યું કે ‘ટચ’ મેગેઝિનને તમે આપેલ ઈન્ટરવ્યુમાં તદ્દન જુદી જ વાત કરી હતી. ત્યારે સ્ટોર્મી ડેનિયલ્સને સ્વીકારવું પડયું કે, તેમાં વચમાંના કેટલાક ભાગ મને યાદ નથી. આમ છતાં પોતાનો બચાવ કરતાં તેણે કહ્યું ‘ટચ’માં ઘણી બાબતો પડતી મુકવામાં આવી હતી, કારણ કે તેઓ તેમાં ‘ફેક્ટ-ચેક’ (સત્યની તપાસ) કરી શક્યા ન હતા. વાસ્તવમાં તે આર્ટિકલ ૨૦૧૧માં તૈયાર થઈ ગયો હતો અને ૨૦૧૬ની ચૂંટણી સુધી તે પ્રસિદ્ધ થયો ન હતો. આથી ટ્રમ્પનાં વકીલે કહ્યું કે આનો અર્થ તે થયો કે તમે વાર્તા જ ઘડી કાઢી છે ત્યારે ડેનિયલ્સે કહ્યું ના.આમ છતાં ટ્રમ્પ તેને ક્યાં મળ્યા હતા તે પણ જણાવ્યું હતું, સાથે ટ્રમ્પના બોર્ડી ગાર્ડની તે સમયે રહેલી હાજરી અંગે પણ નારાજગી દર્શાવી હતી.ડેનિયલ્સને ટ્રમ્પનાં વકીલે ટ્રમ્પ સામેના ઓલ્વીન-બ્રેગ્સ કેસ વિષે પૂછતાં તેમણે કહ્યું કે તેઓની ઉપર તો બીજા ઘણાં કેસો થયા છે.ટૂંકમાં આ પોર્ન-સ્ટારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના ‘સમાગમ’ની વાતને જ રદિયો આપ્યો હતો, તે મુખ્ય બાબત છે, તેમ કહેતાં વિશ્લેષકો જણાવે છે કે, જો આ કેસમાં ટ્રમ્પ નિર્દોષ ઠરશે તો સંભવ તે છે કે આ વર્ષના નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ મેદાન મારી દેશે. વાસ્તવમાં તેમની ઉપર થયેલા બીજા કેસો બહુ મહત્વના નથી. આ કેસ ટ્રમ્પની કારકિર્દી ફેરવી શકે તેઓ છે, ઘણો ગંભીર છે.