Thursday, September 23, 2021
HomeHAPPY BIRTHDAY : કોમેડી કિંગ કપિલ શર્મા એ મોડી...
Array

HAPPY BIRTHDAY : કોમેડી કિંગ કપિલ શર્મા એ મોડી રાત્રે પરિવાર અને મિત્રો સાથે મળીને પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

કોમેડી કિંગ કપિલ શર્માનો આજે જન્મદિવસ છે. ગઇકાલે મોડી રાત્રે કપિલે પરિવાર અને મિત્રો સાથે મળીને પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. કપિલની આ ગ્રેન્ડ બર્થ ડે પાર્ટીમાં કપિલ શર્માની ટીમ, મીક સિંહ, નવરાજ હંસ,ઋચા શર્મા જેવા સ્ટાર્સ હાજર હતાં. કપિલ શર્માના બર્થ ડે પર કપિલના અંગત જીવનની વાત કરીએ તો કપિલનું જીવન ઘણું સંઘર્ષમાં વીત્યુ છે.

કપિલ શર્માએ વર્ષ 2006માં કોમેડી શૉ ‘હંસા દે હંસા દે’ કર્યો હતો. તે પછીના વર્ષે એટલે કે 2007માં તેને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં પહેલો મોટો બ્રેક મળ્યો. કપિલ આ શૉમાં વિજેતા બન્યો. તે બાદ વર્ષ 2010થી 2013 વચ્ચે કપિલ કોમેડા સર્કસના સતત 6 સીઝનમાં વિજેતા બન્યો. કોમેડીમાં પોતાની અનોખી છાપ ઉભી કર્યા બાદ કપિલે પોતાનો શૉ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ શરૂ કર્યો.

સફળતાના શિખરો સર કરનાર કપ્લ શર્માના પિતા પંજાબ પોલીસમાં હવલદાર હતા અને તેના 3 ભાઇ-બહેન છે. કપિલ સામાન્ય જીવન સાથે સંબંદિત કોમેડી કરીને મિડલ ક્લાસના ફેવરેટ બની ગયો છે.

કપિલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે ક્યારેય હાર નથી માની. આ ગુણ તેણે તેના પિતા પાસેથી શીખ્યા છે. તેના પિતાને કેન્સર હતુ અને તેમણે આ ગંભીર બિમારી વિશે અંતિમ સ્ટેજ પર પોતાના પરિવારને જાણ કરી. તેઓ 10 વર્ષ સુધી આ બિમારી સામે લડતાં રહ્યાં.

કપિલે જણાવ્યું કે એકવાર બિમારીના કારણે તે તેના પિતા પર ગુસ્સે થઇ ગયો હતો. તેણે પોતાના પિતા પર ગુસ્સો કરીને કહ્યું હતું કે, પપ્પા તમે પોતાના સિવાય કોઇના વિશે નથી વિચાર્યુ. આ જ કારણ છે કે આજે તમને કેન્સર છે. આ ઉપરાંત કપિલે ત્યાં સુધી કહ્યુ હતું કે જ્યારે પિતા કેન્સરના કારણે કણસતા હતાં ત્યારે હું પ્રાર્થના કરતો હતો કે ભગવાન પિતાને તેમની પાસે બોલાવી લે.

કપિલ તે વાત હંમેશા યાદ રાખે છે કે તેનો પરિવાર એક સાધારણ મધ્યમવર્ગ હતો. પિતાની સારવાર કરાવા માટે તેની પાસે પૈસા ન હતા પરંતુ તેની પાસે જ પણ હતું તેણે પોતાના પરિવાર પાછળ ખર્ચ કરી નાંખ્યુ. ઘર ચલાવવા માટે કપિલે ટેલિફોન બૂથ પર પણ કામ કર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments