રાજ્ય સરકારનો નિર્ણય : રાજ્યના સિરામિક ઉદ્યોગકારો માટે ખુશ ખબર, ગુજરાત ગેસ દ્વારા અપાતા ગેસ બિલમાં વધારાની રૂ.2.50ની રાહત મળશે

0
0

હાલ ચાલી રહેલી કોરોના મહમારીને કારણે ધંધા-ઉદ્યોગો ભાંગી પડ્યા છે અને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે સરકારે આ ઉદ્યોગોને બેઠા કરવા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે. આ નિર્ણયો અંતર્ગત આજે રાજ્યના સિરામિક ઉદ્યોગોને રાહત આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કંપની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM(સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર)માં રૂ.2.50ની વધારાની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયનો કારણે મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઊદ્યોગકારોને લાભ થશે.

પહેલા રૂ.2ની રાહત આપ્યા બાદ આજે વધારાના રૂ.2.50ની રાહત આપવાનો નિર્ણય

આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઊદ્યોગોને પ્રતિ SCM રૂ.2ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ.2.50ની રાહત આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામિક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરી શકશે અને નિકાસ વધારી શકશે. તેની સાથે સાથે સિરામિક ક્ષેત્રે વધુ રોકાણો પણ મેળવી શકાશે અને વિદેશ નિકાસ વધુ આવક મેળવી શકાશે.

સિરામિક ઉદ્યોગના ગેસ બિલ ભરવાની મુદ્દત 23 જૂન સુધી લંબાવી રાહત આપી હતી

જ્યારે 10 મેના રોજ મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને બિલ ભરવામાં રાહત આપી હતી. જેમાં પ્રથમ રાહત તરીકે રાજ્યમાં જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવાનો નિણર્ય કર્યો હતો. આમ જે ઉદ્યોગની ડયુ ડેટ 10 મે સુધી હતી તે હ 23 જૂન સુધી ભરી શક્યા હતા. આ માટે 15-15 દિવસના ચાર હપ્તા પણ કરી આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here