Friday, March 29, 2024
Homeઇંગ્લિશ ક્રિકેટ લીગ : હરભજન સિંહ 'ધ હન્ડ્રેડ'ના ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એક...
Array

ઇંગ્લિશ ક્રિકેટ લીગ : હરભજન સિંહ ‘ધ હન્ડ્રેડ’ના ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એક માત્ર ભારતીય ખેલાડી

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ ઇંગ્લિશ લીગ ‘ધ હન્ડ્રેડ’માં ભાગ લઇ શકે છે. તે પ્લેયર્સ ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. ઈસપીએન ક્રિકઇન્ફો અનુસાર હરબાજને તેની બેઝ પ્રાઈઝ 1 લાખ પાઉન્ડ રાખી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે જુલાઈમાં શરૂ થશે. ડ્રાફ્ટમાં ઓઇન મોર્ગન, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ક્રિસ ગેલ સહિત 25 વિદેશી ખેલાડીઓએ નામ રજીસ્ટર કરાવ્યા છે.

હરભજને રમવા માટે બીસીસીઆઈ પાસેથી NOC મેળવવું જરૂરી છે

બીસીસીઆઈ ભારતીય ક્રિકેટર્સને વિદેશી લીગ્સમાં રમવાની છૂટ આપતું નથી. યુવરાજે નિવૃત્તિ પછી જ કેનેડા ટી-20 લીગમાં ભાગ લીધો હતો. તેવામાં બીસીસીઆઈ હરભજનને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપે છે કે કેમ તે જોવાનું રહેશે. હરભજન ભારત માટે છેલ્લે 2016ના એશિયા કપમાં રમ્યો હતો. તેણે 1998માં ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધીમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી છે. તેમજ 236 વનડેમાં 269 વિકેટ ઝડપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular