CSKના બીજા ખેલાડીએ IPL છોડી : ધોનીની ટીમના હરભજન સિંહે પણ નામ પરત લીધું, રૈના પહેલાં જ દેશ પરત આવી ગયો છે

0
5

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થતાં જ પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે અંગત કારણોસર IPLમાંથી નામ પરત લઈ લીધું છે. આ પહેલાં વાઈસ કેપ્ટન સુરેશ રૈના પણ ટૂર્નામેન્ટ છોડીને દેશ પરત આવી ચૂક્યા છે.

હરભજને IPLની 160 મેચમાં 150 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 829 રન પણ બનાવ્યા છે.

CSKના બે ખેલાડી અને 11 સ્ટાફ સભ્યો સંક્રમિત

તાજેતરમાં જ CSK ટીમના 2 સભ્યો દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સિવાય 11 સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 દિવસના ક્વોરન્ટિન પીરિયડ પછી પણ દરેકના ફરી વખત ટેસ્ટ કરવામાં આવશે. બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે.

19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL

આ વખતે કોરોનાના કારણે IPL યુએઈમાં રાખવામાં આવી છે. જે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 10 નવેમ્બર સુધી ચાલશે. દરેક ટીમ વચ્ચે 60 મેચ ત્રણ સ્ટેડિયમ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં રાખવામાં આવશે. ટૂર્નામેન્ટ બાયો સિક્યોર માહોલમાં રાખવામાં આવશે. દરેક 5માં દિવસે દરેક ખેલાડીઓ અને સ્ટાફના સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here