Tuesday, September 21, 2021
Homeઆકરી મહેનત : માતા સાથે ઈલાયચીના ખેતરમાં મજૂરીકામ કરી સેલવામારીએ અભ્યાસ પૂરો...
Array

આકરી મહેનત : માતા સાથે ઈલાયચીના ખેતરમાં મજૂરીકામ કરી સેલવામારીએ અભ્યાસ પૂરો કર્યો

સેલવામારી 28 વર્ષની ઉંમરે ઈડુક્કી રાજ્યમાં હાઈ સ્કૂલ ટીચર બની. બાળપણમાં આર્થિક તંગીને લીધે ઈલાયચીના ખેતરોમાં મજૂરી કરવાથી લઈને ટીચર બનવા સુધીનો સફર નહોતો. ટેલેન્ટેડ સેલવામારીનું બાળપણ ખેતરમાં તેની માતા સાથે મજૂરીકામમાં વીત્યું. સેલવામારીનાં પિતા તેની માતા અને બે બહેનોને છોડીને ચાલ્યા ગયા હતા. એ પછી તેણે નાની ઉંમરે અભ્યાસની સાથે માતા જોડે ઈલાઈચીના ખેતરમાં કામ કરવાનું શરુ કર્યું.

અંગ્રેજી અને મલયાલમ ના આવડતા કોલેજમાં તકલીફ પડતી હતી
તમિલનાડુમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તેણે તિરુવનંતપુરમમાં ગવર્મેન્ટ વીમેન્સ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. કોલેજમાં તેને સૌથી વધારે મુશ્કેલી ભાષાને લઈને આવી કારણકે તેને મલયાલમ ભાષા આવડતી નહોતી કે તેનું અંગ્રેજી પણ સારું નહોતું. તેમ છતાં તે મહેનત કરતી તેની માતાનો ચહેરો યાદ કરતી. સેલવામારીને તેની માતાએ ખૂબ સપોર્ટ કર્યો. માતામાંથી પ્રેરણા લઈને સેલવામારી આગળ વધતી રહી.

સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવા તૈયાર
સેલવામારીએ યુનિવર્સીટીમાંથી Msc કર્યું. એ પછી B.Ed, M.Ed અને તિરુવનંતપુરમની ગવર્મેન્ટ કોલેજમાં ફર્સ્ટ ક્લાસમાં M.Phill ડિગ્રી મેળવી. હાલ તે મેથ્સમાં PhD કરી રહી છે. તેણે UGC NEET એક્ઝામ પણ ક્લિયર કરી છે. આગળ જતા સેલવામારી સિવિલ સર્વિસ એક્ઝામ ક્લિયર કરવા ઈચ્છે છે આ માટે તેની આકરી મહેનત ચાલુ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments