Friday, March 29, 2024
Homeહાર્દિક પંડ્યાની ફરી તોફાની બેટિંગ, 55 બોલમાં 158 રન, 20 સિક્સર ફટકારી
Array

હાર્દિક પંડ્યાની ફરી તોફાની બેટિંગ, 55 બોલમાં 158 રન, 20 સિક્સર ફટકારી

- Advertisement -

મુંબઇ, તા.6 માર્ચ 2020, શુક્રવાર

ઈજા બાદ કમબેક કરી રહેલા વડોદરાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફરી એક વખત એક તોફાની ઈનિંગ રમી છે.

મુંબઈમાં રમાઈ રહેલી ડી વાય પાટિલ ટી 20 ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં હાર્દિકે રિલાયન્સની ટીમ વતી રમતા બીપીસીએલની ટીમ સામે 55 બોલમાં 158 રનની તોફાની ઈનિંગ રમી હતી.

જેના પગલે રિલાયન્સની ટીમે 20 ઓવરમાં 238 રનનો સ્કોર ઉભો કર્યો હતો. હાર્દિકે આ ઈનિગંમાં 20 છક્કા ફટકાર્યા હતા અને 6 ચોક્કા માર્યા હતા.પંડ્યાએ માત્ર 14 રન દોડીને લીધા હતા.આ પહેલા પંડ્યાએ આ જ ટુર્નામેન્ટમાં 39 બોલમાં 105 રનની ઈનિંગ રમી હતી.

હાર્દિકે આ સાથે જ સાઉથ આફ્રિકા સામે 12 માર્ચથી ઘર આંગણે શરુ થનારી ત્રણ વન ડે મેચોની સિરિઝમાં કમબેક માટે જોરદાર દાવો કર્યો છે.

https://twitter.com/man4_cricket/status/1235849243740364800

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular