Friday, May 23, 2025
Homeસ્પોર્ટ્સSPORTS : જૂના દિવસો યાદ કરીને કેમ ભાવુક થયો હાર્દિક પંડ્યા? કહ્યું-

SPORTS : જૂના દિવસો યાદ કરીને કેમ ભાવુક થયો હાર્દિક પંડ્યા? કહ્યું-

- Advertisement -

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા એક વર્ષથી જીવનમાં ચાલી રહેલા સંઘર્ષો પર ભાવુક થયો હતો, તેણે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક મહિનાથી મારા સમયનું ચક્ર 360 ડિગ્રી ફરી ગયુ હતું, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેં હાર સ્વીકારી નથી. હું જુસ્સા સાથે મેદાનમાં અડગ રહ્યો. ગતવર્ષે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની નિમણૂક થતાં મારે ચાહકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.’

ભાવુક થયો હાર્દિક પંડ્યા
પત્ની સાથે છૂટાછેડાં અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા બાદથી હાર્દિક પંડ્યાના કપરાં દિવસો શરૂ થયા હતા. તેમ છતાં ICC ટી20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલ 2025ની તૈયારીમાં જોડાયેલા આ ઓલરાઉન્ડરને આશા છે કે, આ વખતે તેને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો તરફથી પ્રેમ મળશે. તેણે કહ્યું કે, ‘હું ક્યારેય હાર સ્વીકારતો નથી. મારી કારકિર્દીમાં એવા ઘણા કપરાં દિવસો આવ્યા પણ છે. પરંતુ મારૂ ધ્યાન હંમેશા રમતમાં જીત મેળવવા પર રહ્યુ હતું.’

વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘મને અનુભવ થયો કે, મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, તેમાં ક્રિકેટ હંમેશા મારો સાચો મિત્ર બનીને રહેશે. મેં પોતે જ પોતાનું સમર્થન કર્યું છે, અને મારી આકરી મહેનત રંગ લાવી છે. છ મહિનાના ગાળામાં અમે વર્લ્ડ કપ જીત્યો અને ત્યારબાદ સ્વદેશ પરત ફરવા પર જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, તે મારા માટે યાદગાર હતું. મારા માટે સમયનું ચક્ર સંપૂર્ણપણે 360 ડિગ્રી ફરી ગયુ હતું.’

મજબૂત રીતે કમબેક

આ 31 વર્ષીય ખેલાડીને વિશ્વાસ હતો કે જો તે સંપૂર્ણ સમર્પણ સાથે પોતાનું કામ કરવાનું ચાલુ રાખશે તો તે વધુ મજબૂત રીતે કમબેક કરી શકશે. હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘મને બરાબર ખબર ન હતી કે તે ક્યારે થશે, પરંતુ જેમ કહેવાય છે, નિયતિની પોતાની યોજના હોય છે અને મારા કિસ્સામાં, અઢી મહિનામાં બધું બદલાઈ ગયું.’હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ ભારતના ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ઉમદા બોલર સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ગયા વર્ષે અમેરિકામાં ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો.

10 વર્ષથી આઈપીએલ રમી રહ્યો છે હાર્દિક પંડ્યા

મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું નેતૃત્વ કરી રહેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘હું લગભગ 10 વર્ષથી આઈપીએલ રમી રહ્યો છું અને દરેક સિઝન તમારામાં નવી ઉર્જા અને સકારાત્મક લાગણી પેદા કરે છે. છેલ્લી સિઝન એક ટીમ તરીકે અમારા માટે ચોક્કસપણે પડકારજનક હતી, પરંતુ અમે તેમાંથી ઘણા સારા પાઠ શીખ્યા છે. અમે અમારી ભૂલોનું વિશ્લેષણ કર્યું છે, અને 2025 માટે વિશ્લેષણને લાગુ પણ કર્યા છે. મારી પાસે અનુભવી ટીમ છે. અમારી પાસે એવા ખેલાડી છે જે ટોપ લેવલ પર ક્રિકેટ રમી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular