ધોની સાથે તુલનાને લઈ હાર્દિક પંડ્યાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું ધોનીની…….

0
15

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એક વખત સમાચારમાં છ. આ વખતે તેના એક નિવેદન ફેન્સનું દિલ જીતી લીધું છે. છેલ્લા થોડા સમયથી ફિનિશર તરીકે હાર્દિક તુલના પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવે છે. જેના પર તેણે આપેલા નિવેદનની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર હાર્દિક પંડ્યાએ તેની તુલના ધોની સાથે કરવા પર કહ્યું, હું ક્યારેય ધોનીની ખોટ પૂરી ન શકું. હું આ અંગે વિચારતો પણ નથી. હું પડકારોને લઈ એકસાઇટેડ છું. હું જે પણ કરીશ તે ટીમ માટે વિચારીને કરીશે. આ વર્લ્ડકપ તરફ માંડવામાં આવી રહેલું પ્રથમ પગલું છે અને ધીમે ધીમે કપ આવી જશે.

લોઅર બેક ઈન્જરી બાદ હાર્દિક પંડ્યા સપ્ટેમ્બર, 2019થી ક્રિકેટથી દૂર છે અને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે તૈયારી કરી રહ્યા છે. આગામી મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જઈ શકે છે. આ પહેલા ઈન્ડિયા એ તરફથી મેચ રમતો નજરે પડી શકે છે.

1 જાન્યુઆરી, 2020ના રોજ હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here