હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા, 6 માર્ચ સુધી ધરપકડ નહિ કરાય

0
16

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા, 6 માર્ચ સુધી ધરપકડ નહિ કરાય

અમદાવાદ, 28 ફેબ્રુઆરી , પાટીદાર નેતા હાર્દિક પટેલ ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તેમ છતા હાલ તેને સુપ્રીમ કોર્ટ ની જસ્ટીસ યુ.યુ.લલિત અને જસ્ટીસ વિનીત સરની બેન્ચે હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે વર્ષ 2015 ના પાટીદાર આંદોલન મામલે 6 માર્ચ 2020 સુધીના આગોતરા જામીન મંજુર કર્યા છે, તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની FIR રદ્દ કરવાની અરજી સામે ગુજરાત સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે, સાથે સાથે સુપ્રીમ કોર્ટ ની બેંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2015માં આ મામલો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજી ચાલુ હોવાથી તમે પાંચ વર્ષથી આ મામલો બેસી ના રહી શકે, હાર્દિક પટેલની આગેવાની માં વર્ષ 2015 ની સાલમાં પાટીદાર સમાજની એક મેગા રેલીનું આયોજન GMDC રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેની પરમીશન પોલીસ દ્વારા આપવામાં આવી નહોતી, તેમ છતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના કારણે શહેરમાં ભારે હિંસા થઇ હતી, પોલીસ દ્વારા ટેઈ વિરુદ્ધ FIR કરવામાં આવી હતી અને જ્યારે જ્યારે કોર્ટમાં તારીખ હોય ત્યારે કોઈને ઈ બહાના હેઠળ હાજર નહિ રહીને કાનૂની કાર્યવાહીમાં જાની જોઇને વિલંબમાં નાખીને હાજર ના રહેતા આખરે તેન વિરમગામથી ધરપકડ કરીને કોર્ટમાં લવાતા તેણે કોર્ટમાં લેખિતમાં બાહેધરી આપી હતી કે દર મુદતે તે હાજર રહેશે, તેમ છતા મુદતે કોઈ બહાના હેઠળ હાજર નહિ રહેતા કોર્ટ સવાર તેની સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું,

આમ રાજદ્રોહના કેસમાં જામીન મેળવીને જેવો બહાર આવ્યો કે તરત માણસા પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, છેવટે માણસા ઓર્ત્માથી જામીન મળતા સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો, સિદ્ધપુર પોલીસ દ્વારા વર્ષ 2017માં ચૂંટણીમાં મંજુરી વગર સભા કરવાના આરોપસર ધરપકડ કરી હતી, ત્યાર પછી તેને જામીન પર છોડતા તે હાલ ભૂગર્ભમાં છુપાઈ રહ્યો છે, અને હવે 6 માર્ચ સુધીના વચગાળાના જામીન મળ્યા હોવા છતા તે જાહેરમાં સામે આવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here