Tuesday, September 21, 2021
Homeહાર્દિક પટેલની અપીલ : 'મુખ્યમંત્રીને હું વિનંતી કરું છું કે, અમારા કોંગ્રેસના...
Array

હાર્દિક પટેલની અપીલ : ‘મુખ્યમંત્રીને હું વિનંતી કરું છું કે, અમારા કોંગ્રેસના ધારાસભ્યો ને પણ કામ આપો

રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેત પત્ર જાહેર કરવામાં આવી તેવી માગણી કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.

હાર્દિક પટેલે ફેસબૂક પર એક પોસ્ટ શેર કરી
હાર્દિક પટેલે ફેસબૂક પર એક પોસ્ટ શેર કરી

કોંગ્રેસ પાસે 65 MLA છે, અમને પણ કામ બતાઓ
હાર્દિક પટેલે ફેસબૂક પર એક પોસ્ટ શેર કરી છે. જેમા લખ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશ. લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો.

અમદાવાદ-સુરતમાં કોંગ્રેસ શરૂ કરશે કોવિડ કેર સેન્ટર
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન ચોથા માળે 50 બેડ ઉભા કરવા કોંગ્રેસ તૈયાર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાની ફાઈલ તસવીર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાની ફાઈલ તસવીર

10 રેમડેસિવિર ઈન્જેક્શન ગરીબોને મફત આપશે
તેમણે વધુમાં કહ્યું કે, માત્ર સરકાર મંજૂરી આપે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવા સરકાર ભલામણ કરી છે. સાથે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ તમામ કાર્યલાય વિના મુલ્યે આપવા તૈયાર છે.’ ઈન્જેક્શન પર સી.આર પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, અમુક લોકો ઈન્જેક્શનો લઈ લોકોને દબાવી રહ્યા છે, અને પોતાનો રાજકીય લાભ પાર પાડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને 10 હજાર ઇન્જક્શન આપવામાં આવે, કોંગ્રેસ ગામ ગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે. સાથે જ અમે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમને ખર્ચે ઉપાડવા તૈયાર છે.​​​​​​​

“ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે”
પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકાર કોરોનાના કેસનો આંકડો છુપાવાનો પ્રયાસ કરે છે. કેટલા બેડ ખાલી છે. કેટલી હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટ છે તેની માહિતી સરકાર જાહેર કરે. સરકાર માત્ર ઉત્સવમાં વ્યસ્ત રહી છે. સમય હતો છતાં કોઇ નવું ઇન્ફાસ્ટ્રક્ચર ના ઉભું કરી શક્યા. ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે. હોસ્પિટલ પાસે બેડ નથી, સ્ટાફ નથી. ઇન્જેક્શન ગુજરાત બને છતાં અછત ઉભી થાય તે માનવામા આવતું નથી. 27 લાખ ઇન્જક્શનનું પ્રોડક્શન થયું તો કેમ દર્દીઓ લાંબી લાઇન લગાવી.​​​​​​​

સરકારને શ્વેત પત્ર જાહેર કરવાની માગણી
તેમણે કહ્યું, ‘ગુજરાતની જનતા ઇન્જેક્શન વલખા મારી રહી છે અને છતાં યુપી સહિત અન્ય રાજ્યમાં ઇન્જેક્શન મોકલવામા આવ્યા. હોસ્પિટલમાં ઓક્સિજનની પણ કાળાબજારી ચાલી રહી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીટ મારફત તપાસ કરવો.’ સાથે જ તેમણે આગામી સમયમાં મહામારી ગંભીર બને તો સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે કયા પ્રકારનું આગોતરું આયોજન કરાયું છે, તે વિશે લોકોને જાણ કરવા માટે શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments