હાર્દિકે સર્બિયન મોડલ સાથે સગાઈની તસવીર કરી પોસ્ટ, સરપ્રાઈઝથી ચોંકી ગયો વિરાટ, આપ્યું આવું રિકેક્શન

0
25

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે નવા વર્ષે સગાઈ કરી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા બન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. જો કે હવે પંડ્યાએ સગાઈ કરીને પોતાના રિલેશન અંગે ખુલાસો કરી દીધો છે. હાર્દિક પંડ્યાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ અનેક લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર્દિક પંડ્યાને શુભેચ્છા પાઠવી.

વિરાટ કોહલીએ લખ્યું, ‘અભિનંદન, શું સરપ્રાઈઝ છે. બન્નેને શુભેચ્છા’. વિરાટ ઉપરાંત કુલદીપ યાદવે પણ હાર્દિકની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેને શુભેચ્છા પાઠવી. કુલદીપે લખ્યું, ‘લખ લખ બધાઈયાં.’

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશાએ હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજર આવી રહી છે. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, ‘મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન’ હાર્દિક અને નતાશાના ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ બન્નેની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તસવીરમાં હાર્દિક અને નતાશા કોઈ દરિયા કિનારે બેસેલા નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકે એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર નતાશા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here