રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા પછી આ કેસમાં ફરી થઇ શકે છે હાર્દિકની ધરપકડ

0
24

કોંગ્રેસનો નેતા હાર્દિક પટેલ એક મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તો બીજી મુશ્કેલીમાં ફસાય જાય છે. પાટીદાર આનામત આંદોલન સમયે રાજદ્રોહના અમદાવાદના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી તેની ધરપડક કરી હતી. ધરપકડ બાદ હાર્દિક પટેલને રાત્રીના સમયે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટની ગણાત્રાના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 24 જાન્યુઆરી સુધી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટની ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાથી સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

આ કેસમાં શરતી જામીન પર બહાર આવતાની સાથે જ હાર્દિક પટેલની હવે સિદ્ધપુર પોલીસ ધરપકડ કરી શકે છે. જાહેરનામાં ભંગ બદલ થયેલ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ થઇ શકે છે. આ ગુનો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ સામે નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરિમયાન હાર્દિક પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં એક જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગેલ હાર્દિક પટેલ સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાહેરનામ ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં હાર્દિક પટેલની સાબરમતી જેલમાંથી સિદ્ધપુર પોલીસ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here