વડોદરા રેન્જ IG તરીકે હરિકૃષ્ણ પટેલે ચાર્જ સંભાળ્યો, કહ્યું: ‘લોકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરીશુ’

0
7

વડોદરા રેન્જ IG તરીકે હરિકૃષ્ણ પટેલે આજે પોતાના ચાર્જ સંભાળ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓએ તેમને આવકાર્યા હતાં. હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે અને લોકોની રજૂઆતોના નિરાકરણને અગ્રતા આપવામાં આવશે.

અભયસિંહ ચુડાસમાની બદલી ગાંધીનગર રેન્જમાં થઇ
તાજેતરમાં જ ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓ થઇ છે. જેમાં વડોદરા રેન્જ IG અભયસિંહ ચુડાસમાની બદલી ગાંધીનગર રેન્જમાં કરવામાં આવી છે, તેમની જગ્યાએ હરિકૃષ્ણ પટેલને વડોદરા રેન્જ IG તરીકે મુકવામાં આવ્યા હતા. IPS હરિકૃષ્ણ પટેલ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા રેન્જ IGની કચેરી પર તેમનું પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેન્ડ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી. જવાનોની સલામી ઝીલ્યા બાદ અભયસિંહ ચુડાસમા નવા IGને તેમની ઓફિસ સુધી લઇ ગયા હતા અને વિધિવત રીતે તેમને ચાર્જ સોંપ્યો હતો.

વડોદરા રેન્જમાં 4 જિલ્લાનો સમાવેશ
વડોદરા રેન્જમાં વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. જેની જવાબદારી હવે IPS હરિકૃષ્ણ પટેલ સંભાળશે.