Saturday, September 25, 2021
Homeહરિપ્રસાદ સ્વામીજી : અંતિમ દર્શન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના...
Array

હરિપ્રસાદ સ્વામીજી : અંતિમ દર્શન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોખડા પહોંચ્યા

Fought for the breath of my two crore people': Arvind Kejriwal on report on  'Delhi's exaggerated oxygen need' | Delhi News

સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે સોખડા પહોંચ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વીડિયો દ્વારા હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હરિપ્રસાદ સ્વામીજી નશ્વરદેહના અંતિમ દર્શન માટે ત્રીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સોખડામાં સ્વામીજીના અંતિમ દર્શન માટે હરિભક્તોએ લાંબી-લાંબી લાઇનો લગાવી દીધી છે.

હું હરિપ્રસાદ સ્વામીજીને હું શ્રદ્ધાંજલિ પાઠવુ છું

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક સંદેશમાં જણાવ્યું હતું કે, જય સ્વામીનારાયણ હું હરીપ્રસાદ સ્વામીજીને હું શ્રદ્ધાંજલિ પાઠવુ છું. સ્વામીજીએ વ્યસનમુક્તિ, શિક્ષણ અને સ્વાસ્થ્યના કરેલા કામો કરીને સમાજમાં આપેલા યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. સ્વામીજીએ સમાજમાં એકતાથી રહેવા અને દાસના દાસના વાક્યને પોતાના જીવનમાં ઉતારીને તે આદર્શને લાખો અનુયાયીઓના ઘર-ઘર સુધી પહોંચાડીને આત્મયીતનો સેતુ બનાવ્યો હતો. તે આપણને હંમેશા સાચો રસ્તો બતાવતા રહેશે.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા

સ્વામીજીના ચરણોમાં ફૂલ સમર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા, મહેશ સવાણી સહિતના નેતાઓ આજે સોખડા પહોંચ્યા હતા અને હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યાં હતા અને સ્વામીજીના ચરણોમાં ફૂલ સમર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી પણ સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી પણ સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા

વર્ષોથી મારા સ્વામીજી સાથે સંપર્ક હતા

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીના નિધનના સમાચાર સાંભળીને ખુબ દુઃખ થયું, વર્ષોથી મારા તેમની સાથે સંપર્ક હતા. હું વડોદરામાં અકોટા બેઠક પર ધારાસભ્ય બન્યો હતો, ત્યારે તેમનું માર્ગદર્શન લેવા માટે આવતો હતો. દેશ અને દુનિયાના યુવાનો માટે તેઓએ ઘણુ કામ કર્યું હતું. આજે બધાને તેમની ખોટ વર્તાઇ રહી છે. તેમના વિચારો હંમેશા આપણી સાથે રહેશે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા, મહેશ સવાણી સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા, મહેશ સવાણી સ્વામીજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા

યુવાનોને વ્યસન મુક્તિ આગળ ધપાવીને ક્રાંતિનો માર્ગ શરૂ કર્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સ્વામીજી આપણી સાથે નથી તેનું સૌ-કોઇને દુઃખ છે. યુવા મહોત્સવ દ્વારા યુવાનોને વ્યસન મુક્તિ આગળ ધપાવીને ક્રાંતિનો માર્ગ તેમને શરૂ કર્યો હતો. સ્વામીના ચિધ્યા માર્ગે હવે આગળ વધવાનું છે. આવી મહાન વિભૂતીને તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરૂં છું.

હરિપ્રસાદ સ્વામીજી નશ્વરદેહના અંતિમ દર્શન માટે ત્રીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
હરિપ્રસાદ સ્વામીજી નશ્વરદેહના અંતિમ દર્શન માટે ત્રીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

સ્વામીજીના આત્માને ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના

આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીના આત્માને ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરૂ છું. યુવાનો તેમના પ્રેરણાસ્ત્રોત બને. હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવુ છું.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે સોખડા પહોંચ્યા હતા
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે સોખડા પહોંચ્યા હતા

આજે 12 જિલ્લાના હરિભકતો દર્શન માટે સોખડા પહોંચ્યા

સવારે 8થી 12 વાગ્યે: અમદાવાદ, ગાંધીનગર જિલ્લો, પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો, બગોદરા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર જિલ્લો. બપોરે 12થી રાત્રે 8 વાગ્યે:રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિરસોમનાથ જિલ્લો, કચ્છ જિલ્લો, દિલ્હી, ઉત્તરપ્રદેશ, નાગપુર,પંજાબ, હરિયાણા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments