છોટાઉદેપુર: ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદ થવાના પગલે છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગમાં પાણીની આવક ચાલુ રહેતા નદી બે કાઠે વહેતી થઇ છે. ઓરસંગ નદીમાંથી તીર્થક્ષેત્ર ચાંણોદોમાંથી પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક વધવા પામી છે. ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ઠલવાતા વર્ષભર સુખી ભાસતી નર્મદા નદી પોતાના મૂળ સ્વરૂપે વહેતી થઈ હરીભરી બનવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીમાં ઓછા પાણી હોવાના કારણે સ્થાનિકો સહિત નર્મદા નદીમાં આવતા લાગણી દુભાતી હતી. જ્યારે નાવડી વ્યવસાયને પણ માઠી અસર પડી હતી. ત્યારે પાણીની આવક વધતાં નાવડી વ્યવહાર પણ પહેલાની માફક રાબેતા મુજબ ચાલુ થઈ જતા નાવિક શ્રમજીવીઓમાં ખુશી જોવા મળી છે.
ચોમાસામાં નર્મદાને વહેતી રાખવા ઓરસંગ જ લાજ રાખે છે
નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ નર્મદા નદી બે કાંઠે વહેતી જોવો પણ એક લ્હાવો છે. બારેમાસ નાળાના સ્વરૂપમાં વહેતી નર્મદા ચોમાસાના પ્રારંભે જ ઓરસંગના પાણીની આવકથી અોરિજિનલ મુડમા઼ આવી હતી. ગત વર્ષે પણ ઉપરવાસના ભારે વરસાદના પગલે ઓરસંગમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે ઓરસંગના પાણી નર્મદામાં આવતાં ચાણોદમાં પણ મલ્હારાવ ઘાટના 30 પગથિયા ડૂબી ગયા હતાં.