Saturday, September 25, 2021
Homeહરસોલી(દહેગામ) : શહેરમાં ત્રણ દિવસનુ લોકડાઉન, કરિયાણાની દુકાનો અને શાકમાર્કેટમાં ખરીદી માટે...
Array

હરસોલી(દહેગામ) : શહેરમાં ત્રણ દિવસનુ લોકડાઉન, કરિયાણાની દુકાનો અને શાકમાર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ

દહેગામ શહેરમાં ત્રણ દિવસનુ લોકડાઉન જાહેર થતાં શહેરમાં કરિયાણાની દુકાનો અને શાકમાર્કેટમાં ખરીદી માટે લોકોની પડાપડી સાથે ભારે ભીડ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અને શહેરમાં કોરોના રોગનું સંક્રમણ દિન-પ્રતિદિન માથુ ઉચકી રહ્યું છે. તેવા સમયે તાલુકા અને શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યાબંધ પ્રમાણમાં વધી રહ્યા છે. તેવા સમયે દહેગામના પી.આઈ જયદીપસિંહ રાઠોડ, મામલતદાર એચ એલ રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસર રૂદ્રેશ રુદડ, નગરપાલિકા પ્રમુખ અને વેપારી એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખ સૌ ભેગા મળીને ત્રણ દિવસનો લોકડાઉન જાહેર કરતાં આજે દહેગામ શહેરના બજારોમાં લોકોને નીકળવાની પણ જગ્યા નથી.

તેવી ભારે સંખ્યામાં ભીડ દેખાઈ રહી છે, અને આજે ખરીદી માટે દુકાનો શાકમાર્કેટમાં લોકો ઊંધું ઘાલીને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. દહેગામના કેટલાક કરિયાણાના વેપારી ગ્રાહકો પાસે વધારે ભાવ લેતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments