Tuesday, January 18, 2022
Homeહરિયાણા : આખલાએ હુમલો કરતાં યુવક હવામાં ચકરડી ખાઈને નીચે પછડાતાં બેભાન
Array

હરિયાણા : આખલાએ હુમલો કરતાં યુવક હવામાં ચકરડી ખાઈને નીચે પછડાતાં બેભાન

હરિયાણાના ભિવાનીના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. બજારમાં ફોન પર વાત કરતાં એક યુવક પર આખલાએ હુમલો કરી ઉલાળતાં તે બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રોડ પર ઊભો-ઊભો વાત કરી રહ્યો છે અને આખલો પાછળથી આવી શિંગડું ભરાવી તેને ઉલાળે છે. યુવક હવામાં ચકરડી ખાઈને નીચે પડે છે અને બેભાન થઈ જાય છે. આ પછી આખલો બીજા આંખલા સાથે ઝઘડે છે. મહત્ત્વનું છે કે, બંને આંખલાએ આસપાસની દુકાનોમાં ઘણું નુકસાન કર્યું હતું. લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે રોડ પર રાખેલાં હોર્ડિંગ્સ તેમની પર ફેંક્યા હતાં. આ આખલાની ફાઇટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular