Saturday, September 18, 2021
Homeહરિયાણા : ખેતરમાં પાણી ભરાતા અચાનક જ જમીન 10 ફૂટ ઉપર આવવા...
Array

હરિયાણા : ખેતરમાં પાણી ભરાતા અચાનક જ જમીન 10 ફૂટ ઉપર આવવા લાગી

હરિયાણાના કરનાલની એક વિચિત્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં કુચપુરા ગામના એક ખેતરમાં પાણી ભરાતાં અચાનક જ જમીન ઉપર આવવા લાગી હતી. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. આ કોઈ કરામત નહીં, પણ ખેડૂતે કરેલી ભૂલનું પરિણામ છે. ખેડૂતને પાકમાં ઓછો નફો થતાં તેણે ખેતરની જમીન 8થી 10 ફૂટ ખોદાવી હતી. આ પછી ખેડૂત સામે માઇનિંગની ફરિયાદ થતાં તેણે રાખ અને માટી મિક્ષ કરી ખેતરમાં પુરાણ કરાવ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદ થતાં પાણી જમીનની નીચે ઊતરવા લાગ્યું અને માટી 10 ફૂટ સુધી ઉપર આવી ગઈ હતી. જેનો વીડિયો ગામના કેટલાક લોકોએ બનાવી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments