Thursday, October 21, 2021
Homeખેડૂતોનું ભારત બંધ : સરકાર સાથેની છઠ્ઠા રાઉન્ડની ચર્ચા પહેલા હરિયાણાના ખેડૂતોમાં...
Array

ખેડૂતોનું ભારત બંધ : સરકાર સાથેની છઠ્ઠા રાઉન્ડની ચર્ચા પહેલા હરિયાણાના ખેડૂતોમાં ભાગલા : 1.20 લાખ ખેડૂતોએ સરકારનું સમર્થન કર્યું.

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોની સરકારની સાથે બુધવારે વાતચીત થવાની છે. આ પહેલા હરિયાણાના ખેડૂત બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. 1.20 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે નવા કાયદાને પરત લેવા ન જોઈએ. હરિયાણાના ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(FPOs) સાથે જોડાયેલા ખેડૂતોએ આ વાત કહી છે. જોકે તેમણે ખેડૂતોના સુચન મુજબ કાયદામાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે.

AAPનો આરોપ- કેજરીવાલને નજરકેદ કરવામાં આવ્યા, મહારાષ્ટ્ર-ઓરિસ્સામાં ટ્રેન રોકવામાં આવી

બિન-ભાજપ શાસિત 13 રાજ્યોમાં બંધની સૌથી અસર જોવા મળી રહી છે. આ રાજ્યોમાં દેશની અડધી વસ્તી રહે છે અને લગભગ 4.82 કરોડ ખેડૂત પરિવારો રહે છે. આ રાજ્યો પૈકી મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોટા રાજ્યો છે. મહારાષ્ટ્રમાં 1.10 કરોડ અને રાજસ્થાનમાં 71 લાખ પરિવાર ખેતી પર નિર્ભર છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરને નજરકેદ કર્યું છે.

ગુજરાતમાં ત્રણ હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવ્યા, કર્ણાટકમાં પણ દેખાવો

ભાજપ શાસિત 17માંથી 15 રાજ્યોમાં પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી છે. ગુજરાતના ત્રણ હાઈવે પર કોંગ્રેસ કાર્યકર્તાએએ ટ્રાયલ સળગાવીને દેખાવો કર્યા. તેનાથી ટ્રાફિક જામ થઈ ગયો છે. બિહારના દરભંગામાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના કાર્યકર્તાઓએ રસ્તાઓ પર દેખાવો કર્યા. અહીં ગંજ ચોકમાં રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યા છે. RJD ખેડૂતોએ આપેલા ભારત બંધનું સમર્થન કરી રહી છે. કર્ણાટકમાં કોંગેસ નેતાઓએ દેખાવો કર્યા.

બંગાળ, ઓરિસ્સામાં ટ્રેન રોકવામાં આવી

કોલકાતામાં જ જાદબપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ કાર્યકર્તાઓ ટ્રેન રોકી હતી. ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી હતી. મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના મલકાપુરમાં સ્વાભિમાની શેતકારી સંગઠનના લોકોએ ટ્રેન રોકી હતી. જોકે પોલીસે થોડી જ વારમાં તેમને ટ્રેક પરથી હટાવીને ધરપકડ કરી હતી.

ખેડૂતોએ કહ્યું, સામાન્ય માણસોને મુશ્કેલી પડવા દઈશું નહિ

ભારતીય કિસાન યુનિયનન પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરીશું. જે લોકો 2-3 કલાક માટે બંધમાં ફસાઈ જશે, અમે તેમને પાણી અને ફળ આપીશું.

હરિયાણા-દિલ્હીની 6 બોર્ડર બંધ

13 દિવસથી દેખાવો કરી રહેલા ખેડૂતોએ દિલ્હીને ચારેબાજુએથી ઘેરી લીધું છે. આજે ભારત બંધની અપીલ કરી છે. 20 રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન્સ ખેડૂતોના ભારત બંધનો સપોર્ટ કરી રહ્યાં છે. હરિયાણા સાથેની દિલ્હીની 4 બોર્ડર સંપૂર્ણ રીતે બંધ છે, 2 બોર્ડર માત્ર લાઈટ વ્હીકલ માટે ખુલ્લી છે.

ગુજરતમાં 3 હાઈવે પર દેખાવો

અમદાવાદ-વિરમગામ હાઈવે પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટાયર સળગાવીને દેખાવ કર્યા, જેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો. દેખાવકારોએ વડોદરા અને ભરૂચમાં નેશનલ હાઈવે જામ કરી દીધો છે. પોલીસે અમદાવાદમાં પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે.

11 વાગ્યાથી ચક્કાજામ

ખેડૂતોએ કહ્યું હતું કે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. જેથી ઓફિસ જનારી વ્યક્તિઓને મુશ્કેલી ન થાય. જોકે એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓ અને લગ્નમાં જોડાયેલી કારને રોકવામાં આવશે નહિ. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ આપ્યા છે.

રાજસ્થાનમાં ડેરી-હોસ્પિટલ અને દવાઓ ખુલ્લી રહેશે

દૂધનો સપ્લાઈ, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓ ચાલુ રહેશે.
ફળ-અનાજઃ 247 કૃષિ મંડીઓ બંધ રહેશે. મુહાના મંડીમાં લીલા શાકભાજીનો બ્લોક બંધ રહેશે. બટાકા-ફળ બ્લોક ખુલ્લો રહેશે.
ટ્રાન્સપોર્ટઃ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રદેશ સંયોજક અને જયપુર ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ ચેમ્બરના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ સિંહ રાઠોડે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ ઓપરેટર બંધમાં ભાગ લેશે. રાજસ્થાનના તમામ 7 લાખ ટ્રક અને તમામ પ્રકારના કમર્શિયલ વાહન ચાલશે નહિ. બંધમાં લગભગ 13 હજાર ટ્રાન્સપોર્ટ કંપનીઓ ભાગ લેશે. જયપુરમાં 1400 લો ફ્લોર-મીની બસ અને 20 હજાર ઓટો-રિક્ષા ચાલશે નહિ.

હરિયાણામાં 14.5 લાખ વાહન ચાલશે નહિ

ચક્કાજામ દરમિયાન રાજ્યના લગભગ 14.5 લાખથી વધુ કમર્શિયલ વાહનો ચાલશે નહિ. મંડિયો પણ બંધ રહેશે. ખેડૂતોે ફળ, દૂધ અને શાકભાજીની સેવાઓને રોકવાનો નિર્ણય કર્યો છે. છતા પણ ખેડૂકત સંગઠનોએ અપીલ કરી છે કે કોઈને પણ બંધમાં સામેલ થતા રોકવા માટે મજબૂર ન કરવામાં આવે. રાજ્ય સરકારે બંધને જોતા સુરક્ષા બળોની 14 કંપનીઓ તૈનાત કરી છે.

હરિયાણામાં ટ્રેનો પર અસર નહિ

સરકારી ઓફિસોના કર્મચારીઓ આવશે, લંચના સમયે વિરોધ કરશે. બેન્કો પર અસર થશે નહિ. ટ્રેનો પર અસર થશે નહિ. બસો દિલ્હી-પંજાબ જશે નહિ. સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. બજાર થોડા સમય માટે બંધ થઈ શકે છે.

પંજાબમાં પેટ્રોલ પંપ પણ બંધ રહેશે

મેન બજાર, દુકાનો શોપિંગ મોલ, પેટ્રોલ પંપ બંધ રહેશે. બેન્કો અને સરકારી ઓફિસો ખુલ્લી રહેશે. પ્રાઈવેટ બસો બંધ રહેશે. સરકારી બસો 11થી 3 વાગ્યા સુધી ચલાવવામાં આવશે.

સમગ્ર ગુજરાત અને નોઈડામાં કલમ 144 લાગુ

ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીમાં જબરજસ્તીથી બંધ કરવાની કાર્યવાહી થશે. ગુજરાત અને નોઈડામાં કલમ 144 લાગુ છે. હરિયાણામાં ખાપ પંચાયત બંધ કરાવવામાં આવશે. રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને દક્ષિણના ઘણા રાજ્યોમાં પણ બંધ રહેશે. કાયદાને કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments