વિવાદ : યુવરાજ વિરુદ્ધ હરિયાણા પોલીસે કેસ ફાઈલ કર્યો, ચહલ માટે જાતિ વિષયક અણછાજતો શબ્દપ્રયોગ કર્યો હતો

0
0

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એપ્રિલમાં રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરી હતી. આ દરમિયાન તેઓ યુઝવેન્દ્ર ચહલના ટિકટોક વીડિયોઝ વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે યુવરાજે ચહલ માટે જાતિ વિષયક અણછાજતો શબ્દપ્રયોગ કર્યો હતો. યુવરાજની ટિપ્પણી બાદ દલિત અધિકાર કાર્યકર્તા અને એડવોકેટ રજત કલસને હિસારના હંસીમાં યુવરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કલસને ફરિયાદ નોંધાવ્યા પછી કહ્યું કે, રોહિતે યુવરાજની ટિપ્પણીનો વિરોધ કર્યો નહોતો. કલસને યુવરાજને અરેસ્ટ કરવાની પણ ડિમાન્ડ કરી છે.

‘યુવરાજસિંહ માફી માંગો’ ટ્વિટર પર ટ્રેન્ડ થયું

યુવરાજ અને રોહિતની આ વીડિયો ક્લિપ વાઇરલ થતા ટ્વિટર પર ‘યુવરાજ સિંહ માફી માંગો’ ટ્રેન્ડ થયું હતું. 26 હજારથી વધુ યુઝર્સે આ હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here