હરિયાણા: લોકડાઉનના લીધે પગપાળા જઇ રહેલા આઠ કામદારોને ગાડીએ કચડ્યા, દુર્ઘટનામાં 4ના મોત

0
13

  • મોટી સંખ્યામાં લોકો પગપાળા જઇ રહ્યા હોવાના સમાચાર મળતા રેવાડીમાં રોડવેઝ બસો મોકલવામાં આવી
  • ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, રેવાડીની બોર્ડર પર યૂપી-બિહાર અને અન્ય રાજ્યોમાં જવા માટે લાઇનો લાગી

પાનીપત: કોરોનાવાયરસ સંક્રમણને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે. નૂંહથી નિકળતા કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર આઠ લોકોને રવિવારે સવારે એક ગાડીએ કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ચાર ગંભીર છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કામદારો દિલ્હીથી તેમના ઘરે પગપાળા જવા માટે નિકળ્યા હતા. લોકડાઉનના કારણે સૌથી વધારે મજૂરી કરીને પેટિયુ રળતા કામદારોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. તેઓ સરકારની અપીલ છતાં શહેરોમાં રોકાતા નથી. હરિયાણા હાઇવે પર મોટી ભીડ જોવા મળી રહી છે. 

ફરીદાબાદ, પલવલ, ગુરુગ્રામ અને સોનીપતમાં પ્રવાસીઓની ભીડ

દિલ્હીની આસપાસના ફરીદાબાદ, પલવલ, ગુરુગ્રામ અને સોનીપતમાં મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર દેખાઇ રહ્યા છે. મોટાભાગના મજૂરો તેમના બાળકો, પરિવારના અન્ય સભ્યોને માથે બેસાડીને નિકળ્યા છે. પ્રશાસને લોકોને રોકાવાની અપીલ કરી છે પરંતુ તેઓ નથી માનતા. અમુક લોકો દિલ્હી થઇને ગુરુગ્રામના રસ્તે યૂપી જઇ રહ્યા છે તો અમુક લોકો પલવલના રસ્તે મથુરા તરફ આગળ વધી રહ્યા છે. સોનીપતના રાઇમાં મોટા ઉદ્યોગો હોવાના કારણે ત્યાંથી મજૂરો પલાયન કરી રહ્યા છે. ગુરુગ્રામ અને ફરીદાબાદમાં બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here