Thursday, August 5, 2021
No menu items!
Homeશું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે? , બ્રિટનથી આવેલા...
Array

શું કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં પગપેસારો કરી દીધો છે? , બ્રિટનથી આવેલા લોકોની જીનોમ સીક્વન્સી થશે

બ્રિટનના નવા વાઈરસે સમગ્ર દુનિયાને સાવધાન કરી દીધી છે. આ વખતે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુકવામાં કોઈ વાર નથી કરી. પરંતુ આ પ્રતિબંધ પહેલાં બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે, તેમાંથી અડધા લોકોમાં કોરોના વાઈરસનું નવું સ્વરૂપ હોઈ શકે છે.

આ સંજોગોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું ભારતમાં બ્રિટનનો નવો કોરોના વાઈરસ આવી ગયો છે? કારણકે આમ, બ્રિટનમાં નવા કોરોના વાઈરસનું સ્વરૂપ ઓળખાયું અને તેના ગણતરીના કલાકોમાં જ ભારત-બ્રિટનની ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રતિબંધ પહેલાં જ બ્રિટનથી આવનાર યાત્રીઓમાં 20 યાત્રીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં 60 ટકા લોકો કોરોનાના નવા વાઈરસના કારણે બીમાર છે. આ પ્રમાણે જોવા જઈએ તો જે 20 યાત્રીઓ ભારતમાં આવ્યા છે તેમાંથી 50 ટકા લોકોને એટલે કે ઓછામાં ઓછા 10 લોકોમાં કોરોના નવા વાઈરસનું સ્વરૂપ જોવા મળી શકે છે.

બ્રિટનથી આવનાર યાત્રીઓનું જીનોમ સીક્વેન્સી ટેસ્ટ થશે

બ્રિટનથી આવેલા યાત્રીઓમાં જે 20 લોકોમાં કોરોના પોઝિટિવ નોંધાયો છે તે યાત્રીઓનો જીનોમ સીક્વન્સીનો પણ એક ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ કરવા માટે તે યાત્રીઓના સેમ્પલ લેવામાં આવશે જેનાથી ખ્યાલ આવશે કે, બ્રિટનનો નવો વાઈરસ ભારતમાં આવ્યો છે કે નહીં. જીનોમ સીક્વન્સી માટે નવી દિલ્હી, હૈદરાબાદ, ભુવનેશ્વર, બેંગલુરુ, પશ્ચિમ બંગાળ અને પુણેની ચોક્કસ લેબોરેટરી નક્કી કરવામાં આવી છે.

છેલ્લાં 2-3 સપ્તાહમાં બ્રિટનથી આવેલા લોકોનો ટેસ્ટ કરાયો નથી. હવે દરેક રાજ્ય સરકારો તેમની ટ્રેસ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે, છેલ્લાં 2-3 સપ્તાહમાં બ્રિટનથી આવેલા લોકો સામે આવે અને પોતાના ટેસ્ટ કરાવે.

જીનોમ સીકવન્સી શું છે અને કેમ જરૂરી?

જીનોમ એટલે કોઈ જીવમાં હાજર આનુવાંશિક તત્વ. જીનોમ સીકવન્સી ટેક્નોલોજી વૈજ્ઞાનિકોને વાઈરસના ડીએનએ અને આરએનએમાં હાજર છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે. તેમાં કોઈ દર્દીમાં મળેલા વાઈરસનો બેઝ પણ જાણી શકાય છે. હવે વૈજ્ઞાનિકો તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, વાઈરસ ફેલાઈને કેવી રીતે વિકસીત થઈ રહ્યો છે. હાલની સ્થિતિમાં કોરોનાના એક હજાર જીનોમની ઓળખ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો પાસે વાઈરસની સંપૂર્ણ સીકવન્સ હશે તો મહામારીને રોકવામાં તેટલી સરળતા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments