હાથરસ ગેંગરેપનો વિરોધ:અમદાવાદમાં મંગળવારે સફાઈકર્મીઓ કચરો નહીં ઉપાડે, યુવતીના પરિવારને ન્યાય આપવા માગ કરાઈ

0
12
  • આવતીકાલે 10 લોકો શાંતિપૂર્વક વિરોધ કરીને સુભાષબ્રિજ ખાતે કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપશે
સીએન 24 સમાચાર

ઉત્તરપ્રદેશમાં હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાના વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે ગુજરાતના અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ એક દિવસ માટે કચરો નહીં ઉપાડે તથા સફાઈ પણ નહીં કરે. હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે એક દિવસ પુરતી સફાઈની કામગીરી બંધ રાખવામાં આવશે.શહેરના હજારો સફાઈ કર્મીઓ મંગળવારે કચરો નહીં ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજે વિરોધ કર્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં 20 હજાર કર્મચારીઓ કચરો નહીં ઉપાડે

દલિત યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાના વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે સમગ્ર અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીઓ એક દિવસ માટે શહેરમાં કચરો નહીં ઉપાડે તથા સફાઈ પણ નહીં કરે. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું છે કે, હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે શહેરમાં એક દિવસ પુરતી સફાઈની કામગીરી બંધ રાખવામાં આવશે. શહેરના 20 હજારથી વધુ સફાઈ કર્મીઓ મંગળવારે શહેરમાંથી કચરો નહીં ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજે વિરોધ કર્યો છે. આ ઘટનામાં યુવતીના પરિવારને ન્યાય મળે તેવી નોકર મંડળ દ્વારા માગ કરવામાં આવી છે. તેમજ મંગળવારે 10 જેટલા લોકો શાંતિપૂર્વક વિરોધ કરીને સુભાષબ્રિજ ખાતે કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવા જશે.