દૂધ જેવા સફેદ દાંત કરવા છે ? અજમાવો આ ઘરેલુ નુસખા

0
9

દૂધ જેવા સફેદ દાંતની ઈચ્છા કોને નથી હોતી, પરંતુ ગમે તેવી દેખભાળ છતા દાંત સપૂર્ણ રીતે સફેદ દેખાતા હોતા નથી. ડેન્ટિસ્ટને હજારો રૂપિયા આપવા છતા થોડા દિવસ જ દાંતની ચમક રહે છે. પછી હતા એવા જ બની જતા હોય છે. વધતી જતી ઉંમરના કારણે પણ ધીરે ધીરે દાંત પીળા પડવા લાગે છે. જેનુ કારણ છે દાંતના ઉપરના પડનું સમય સાથે ગાયબ થવું. તેના કારણે દાંતની નીચેનું પીળું પડ દેખાવા લાગે છે. પરંતુ દાંતની સફેદી જાળવી રાખવા માટે અમુક ઘરેલુ નુસખાઓ છે, જે દાંતને મજબૂત રાખવાની સાથે તેને સફેદ પણ રાખે છે.

નિયમિત બ્રશ

મોઢાની સારી દેખભાળ માટે નિયમિત બ્રશ કરવુ ખુબ જ જરૂરી છે. સારી ટૂથપેસ્ટ દ્વારા નિયમિત બ્રશ કરવાથી દાંતો પર જામેલો કચરો દૂર થાય છે.

તેલના કોગળા કરવા

એક ચમચી નાળિયર કે પછી ઓલિવના તેલને મોંઢામાં 20 મિનિટ સુધી ભરી રાખવું અને આખા મોઢાંમાં ફેરવવું. આમ કરવાથી મોઢામાં રહેલી બેક્ટેરિયા દૂર થાય છે.

બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ સોડામાં થોડુ મીઠુ લઈ બંનેને મિક્ષ કરવા. આ મિશ્રણથી ટૂથ બ્રશથી દાંત પર બ્રશ કરવું. આમ અઠવાડિયામાં બે વાર કરવાથી દાંતની પીળાશ દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here