શું તમે અક્ષય કુમારનો હમશકલ જોયો છે? Twitter પર ફોટો જોઈને ચાહકો આશ્ચર્યચકિત

0
0

બોલિવૂડ સેલેબ્સના ચાહકો દેશના દરેક ખૂણામાં છે અને તેમનો ક્રેઝ એવો છે કે તેઓ તેમના પ્રિય અભિનેતા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તો ત્યાં જ દેશમાં ઘણા લોકો એવા છે જે આ પ્રખ્યાત ચહેરાઓ જેવા જ દેખાય છે.

ટિકટોક પર તાજેતરમાં સલમાન ખાનના હમશક્લના વાયરલ થયા પછી અક્ષય કુમાર જેવો દેખાતો એક વ્યક્તિનો ફોટો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક ટ્વિટર યુઝરે પોતાના અકાઉન્ટ પર માજિદ મીર નામના કાશ્મીરી વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, જેનો લૂક એકદમ અક્ષય કુમાર જેવો જ લાગે છે.

આ ફોટો સામે આવ્યા બાદથી અક્ષયના ચાહકો વિવિધ ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું આ અક્ષય કુમાર છે, જ્યારે અન્ય એક ટ્વિટર યુઝરે મજીદ મીરને ગરીબોનો અક્ષય કુમાર કહ્યો છે.

આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર સિવાય ઘણા સ્ટાર્સના હમશકલ સામે આવૈ ચૂક્યા છે. સંજય દત્તથી લઈને શાહરૂખ ખાન સુધી, લુક લાઇક સામે આવી ચૂક્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી એપ્સ લોકોને પ્રખ્યાત બનાવવા માટે પણ કામ કરી રહી છે. ટિકટોકને તો ના જાણે કેટલા લોકોને સોશિયલ મીડિયા સેંસેશન બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here