ઓરલ હેલ્થ : વાંકાચૂકા દાંત હશે તો દાંતમાં સડો અને પાયોરિયાનો ખતરો વધે છે, જાણો તેનાથી બચવા શું કરવું

0
6

દાંત અને પેઢાની યોગ્ય કાળજી લેવામાં આવે તો લાંબા સમય સુધી તેને સ્વસ્થ રાખી વ્યક્તિને સુંદર દેખાવામાં મદદરૂપ થઈ શકે છે. મોંના સ્વાથ્યની સારી રીતે માવજત કરવી એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, કારણ કે ઘણાં કિસ્સાઓમાં દાંતની ખરાબ ગોઠવણના લીધે દાંતની સફાઈ શક્ય બનતી નથી અને ત્યાં છારી જામી દાંતની આજુબાજુ પેઢાને નુકસાન કરે છે. આનાથી પેઢાના રોગ (પાયોરિયા) થવાની પણ શક્યતા રહેતી હોય છે. જો કાળજી રાખીને સમયસર વાંકાચૂંકા દાંતને સીધા કરી દેવામાં આવે તો ઘણાં બધાં નુકસાનને ટાળી શકાય છે. વાંકાચૂકા દાંતને ઠીક કરવા શું કરવું ચાલો જાણીએ.

  • દાંતની સંભાળ રાખવી છે જરૂરી
  • દાંતની સફાઈ ન થવા પર પાયોરિયા થાય છે
  • વાંકાચૂકા દાંતને ઠીક કરવા છે જરૂરી

વાંકાચૂકા દાંતને ઠીક કરવા માયો ફંક્શનલ, મેટલ બ્રેસિસ, સિરેમિક બ્રેસિસ અને અલાઈનર્સ તથા નવા મટીરિયલ દ્વારા સારવાર ખૂબ જ સરળ તથા ટાઇમબાઉન્ડ થઈ ગઈ છે. હાલના સમય પ્રમાણે ‘પ્રિ એડજસ્ટેડ એજવાઇસ’, ‘સોફ લાઇગેટિંગ’, ‘દાંતના કલરના જ સિરામિક બ્રેસીસ’, ‘લિન્ગવલ ઓર્થોડેન્ટિક’, ‘રોબોટિક બ્રેસીસ’ જેવી અનેક ટેક્નિક દ્વારા વાંકાચૂંકા દાંતની સારવાર ખૂબ સરળતાથી હાથ ધરી શકાય છે. દસ વર્ષથી લઈ કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિમાં વાંકાચૂંકા દાંતની સારવાર કરી શકે છે

 

સૌથી આધુનિક સારવારમાં બ્રેસીસ એટલે કે બ્રેકેટ અને તાર બાંધ્યા વગર ક્લિયર પ્લેટ (અલાઇનર્સ) દ્વારા કમ્પ્યૂટરાઇઝ્ડ સ્કેનની મદદથી વાંકાચૂંકા દાંતની રચના પ્રમાણે પ્લેટ્સ બનાવવામાં આવે છે. જેના નિયમિત પહેરવાના લીધે નિર્ધારિત સમય પર આપણને દાંતની સુંદર ગોઠવણ થતી દેખાય છે. બાળકોમાં આશરે દસ વર્ષથી લઈ કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિમાં વાંકાચૂંકા દાંતની સારવાર કરી શકે છે.

જો વાંકાચૂંકા દાંતને સીધા કરવામાં આવે તો ભવિષ્યમાં દાંતમાં વ્યવસ્થિત રીતે બ્રશ કરી સ્વચ્છ રાખી શકાય છે અને દાંતનો સડો અને પાયોરિયા જેવા ગંભીર રોગથી બચી શકાય છે. સુંદર દાંત દરેક વ્યક્તિને ગમે છે અને આજે ટેક્નોલોજીની ભેટના લીધે અલાઇનર જેવી સારવાર દ્વારા ઘણી એવી વ્યક્તિઓ કે જેમાં બ્રેસીઝ પહેરવાથી ઊભા થતા સામાજિક ક્ષોભને આવરી લઈ શકાય છે.