હળવદ પાલિકા દ્વારા ડહોળા પાણીના વિતરણથી લોકોનું આરોગ્ય ખતરામાં.

0
0
હળવદ પાલિકા દ્વારા છેલ્લા પંદર દિવસથી શહેર છેવાડે આવેલ સોસાટી  ની જનતા ને ડોહળા પાણી નું વિતરણ કરતા લોકોના આરોગ્ય માખતરા રૂપ થઈ રહ્યું છે.
હળવદ પાલિકા એક તરફ રાજ્યમાં પાલિકામાં આગવું સ્થાન લેવા માં મથી રહી છે પણ તેવો માત્ર આવા કામો કાગળો પરજ ધ્યાન આપી રહ્યા છે.હળવદ શહેરને પાણી પૂરૂ પડતા બામણી ડેમ માંથી પાણી પાલિકા દ્વારા લોકોને પાણી ફિલ્ટર  વગર આપવામાં આવે છે એવું લાગે છે. લોકો દ્વારા પાલિકા સત્તાધીશો ને આ અંગે રજુવાત કરવામાં આવેલ હોવા છતાં લોકોને ડોળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા દર વર્ષે આ વિભાગમાં લાખોની ગ્રાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરવા માટે ફટકડી માંગવામાં આવે છે પંરતુ તે ક્યાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે એક પ્રશ્ન ઉભો થયોછે. પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા ડોહળા પાણી ને કારણે આજે અહીંની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો માં દર્દીઓ ની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
હળવદ પાલિકા દ્વારા છેલ્લાં 15 દિવસ  થી જે પાણી વિતરણ કરાતું પાણી એટલી હદે દૂષિત છે. કે પીવાનું છોડો, હાથ ધોવામાં આવે તોપણ વાશ આવે છે. પાલિકાના પાપના કારણે શહેરી જનો ના છૂટકે મિનરલ વોટર લેવા મજબૂરી બનીયા છે. પાલિકા તંત્ર દ્વારા કાંઈ જ કરવામાં આવતું ન હોય જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here