HCની સુનાવણી : ભરૂચ હોસ્પિ.માં લાગેલી આગમાં કોણે તપાસ કરી શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો

0
5

ગઈકાલે કેન્દ્ર સરકારે હાઈકોર્ટ સમક્ષ પોતાનું સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું. આ સોગંદનામામાં કેન્દ્ર સરકાર ઓક્સિજન, રેમડેસિવિર અને અન્ય સુવિધા માટે કઈ રીતે કામગીરી કરી રહી છે અને સરકારની યોજના શું છે તે વિષયે માહિતી રજૂ કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી અને ત્યારબાદ કોરોના ઉપરની સુનવણી થઇ છે. એડવોકેટ મિહિર ઠાકોરે હાલ ફાયર સેફટીની NOC હોય પણ BU પરમિશન ન હોવાને કારણે સીલ કરાયેલી પાંચ હોસ્પિટલને શરુ કરવાની નામદાર હાઇકોર્ટમાં કરી માંગ, જોકે કોર્ટે હાલ હોસ્પિટલ શરુ કરવા ઇન્કાર કર્યો છે.

અમિત પંચાલ: રાજ્ય સરકારે તેઓના એફિડેવિટમાં સ્વીકાર્યું છેકે, કેટલીક હોસ્પિટલમાં ફાયર NOC નથી અને હજી પણ NOC માટેની કોઈ કાર્યવાહી નથી થતી.

હાઇકોર્ટ: હા આ ગંભીર બાબત છે રાજ્ય સરકારે આ બાબતે પગલાં લેવા જોઈએ, 161 હોસ્પિટલમાં ફાયર NOC નથી. એ માટે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર NOC વગરની હોસ્પિટલની મુલાકાત લે.

સરકારી વકીલ કમલ ત્રિવેદી: તપાસ પંચના રિપોર્ટની એક-બે વાર ચર્ચા થાય અને તેની પર એક્શન લેવા માટે સરકાર તેને જાહેર ન કરે કારણે કે તેને સ્ટડી કરવો પડે. હોસ્પિટલમાં જ્યારે કોવિડ ડેઝીગ્નેટેડ ડિક્લેર કરી ત્યારે NOC હોવાની વાત સામે આવી છે પરંતુ 2 બિલ્ડીંગ છે એટલે એક બિલ્ડીંગની NOC નઇ હોય.

હાઇકોર્ટ: ત્યાં કોણે તપાસ કરી? શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા એનો લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે. ખાલી પેપર પર કાર્યવાહીની વાત થાય છે તમે એક્શન લેતા નથી. રાજ્ય સરકાર કેમ ચૂપ રહે છે.

ભરૂચ હોસ્પિટલમી NOCની તપાસ કેમ તંત્રએ ન કરી: અમિત પંચાલ
એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, 18 લોકોના આગ લાગવાના કારણે મોત થયા છે. જેમાં કોની બેદરકારી છે તે માટે પંચ તપાસ કરી રહ્યું છે હોસ્પિટલમાં ફાયર NOC નથી. નોડલ ઓફિસર બનાવ્યા છે આ મામલે રાજ્ય સરકારે તપાસ પચં બનાવ્યા છે તેઓ રિપોર્ટ લોકો સમક્ષ નથી રાખતા. તેઓ લોકો સમક્ષ સાચી માહિતી કેમ નથી આપતા આ રિપોર્ટ કેમ સિક્રેટ રાખે છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના તપાસ પંચમાં પણ આવું થયું હતું. આ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી ત્યારે NOCની તપાસ કેમ તંત્રએ ન કરી.

હાઇકોર્ટ: ભરૂચની હોસ્પિટલમાંના 2 બિલ્ડીંગ છે જેમાં નવા બિલ્ડીંગમાં NOC ન હતું. આ PILમાં તમારે ભરૂચ નગરપાલિકાને આ સુનવણીમાં જોડવી જઈએ તો તેઓ જવાબ આપી શકે.

રાજ્ય સરકારે સુઓમોટો મામલે સોગંદનામું રજૂ કર્યું હતું
હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યું કે, RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારને 1 દિવસના 16,115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે. સોગંદનામામાં અમદાવાદને એપ્રિલમાં 1,83,257 રેમડેસિવિર ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. તો રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરી છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાના મુદ્દા
* 60 હજાર 176 ઓક્સીજન બેડ, 13 હજાર 875 ICU બેડ
* રાજ્યમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ
* ગામડામાં સંક્રમણ અટકવવા કર્યાં પ્રયાસ
* સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યાનો ઉલ્લેખ
* 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ
* ગ્રામ્ય સ્તરે પણ RT-PCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો
* રાજ્યમાં ઓક્સિજન પૂરતો પૂરતો જથ્થો મળી રહેશેઃ સરકાર
* રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ કરી તૈયાર રહી છેઃ સરકાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here