HCનું આકરું નિવેદન : લોકો કોરોના સામે મળીને લડવાની જગ્યાએ ઓક્સિજન-દવાઓનું કાળાબજાર કરી રહ્યાં છે

0
5

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે મહામારી વિશે અત્યાર સુધીનું સૌથી કડક નિવેદન આપ્યું છે. ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની જમાખોરી અને કાળાબજારથી કોર્ટ સખત નારાજ છે. કોર્ટે કહ્યું છે કે, જે લોકો હજુ પણ કાળાબજારમાં સંડોવાયેલા છે એ લોકોમાં માણસાઈ ઘણી હદ સુધી ખતમ થઈ ગઈ છે.

જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેન્ચે કહ્યું કે, લોકો હજી પણ સ્થિતિની ગંભીરતાને સમજી નથી રહ્યા અને તેથી જ અમે એ લોકોને સાથ નથી આપતાં. આ જ કારણ છે કે, અમે જમાખોરી અને કાળાબજાર જેવી વસ્તુઓને જોઈ રહ્યા છીએ.

હાઈકોર્ટમાં એમીક્સ ક્યુરીએ કહ્યું- ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લોકોની પણ જરૂર
કોર્ટનું આ નિવેદન મેડિકલ સ્ટાફ, દવા, મેડિકલ સામાન અને બેડની અછત પર સુનાવણી દરમિયાન આવ્યું છે. કોર્ટને એક વકીલે સૂચન કર્યું કે, આવા સમયે રિટાયર્ડ મેડિકલ પ્રોફેશનલ્સ, ડોક્ટર અને નર્સિંગ વિદ્યાર્થીઓની સેવા લઈને મેન પાવર પૂરો કરવો જોઈએ.

આ મુદ્દે એમીક્સ ક્યુરી બનાવવામાં આવેલા સીનિયર વકીલ રાજશેખર રાવે કહ્યું કે, માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ હોવું પૂરતું નથી. તેના માટે લોકોની પણ જરૂર હોય છે. અત્યારે અમુક નક્કી કરેલા લોકો જ દરેક નિર્ણયો લઈ રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર વધારે લોકોને લાવવાની જરૂર છે. જેથી નિર્ણય લેનાર લોકોનો ભાર ઓછો થઈ શકે.

કોર્ટને વકીલોની અપીલ- પ્લાઝ્મા ડોનેશન ફરજિયાત થાય
વકીલ તરુણ ચંડિઓક પણ કોરોનાથી રિકવર થઈ ગયા છે. તેમણે કહ્યું છે કે, સારવાર દરમિયાન પ્લાઝમા મેળવવામાં ઘણી તકલીફ થઈ. હાઈકોર્ટ તેને ફરજિયાત કરી દે કે, જે દર્દી રિકવર થયો છે તે પ્લાઝમા ડોનેટ ચોક્કસ કરે. જે રીતે લોકોની ભલાઈની જવાબદારી સરકારની છે, તે રીતે લોકોની પણ અમુક જવાબદારીઓ છે. અત્યારના સમયમાં લોકો પ્લાઝમાનું દાન કરવાની જગ્યાએ તેની મોટી રકમ વસુલી રહ્યા છે. એક અન્ય વકીલ આદિત્ય પ્રસાદે પણ કહ્યું છે કે, બ્લડ બેન્ક અથવા કોઈ સંસ્થા પાસેથી પ્લાઝમા મેળવવાની પ્રક્રિયા પણ ઘણી લાંબી અને કષ્ટકારી થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here