ભારતમાં વધતા જતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે, ભારતીય રિઝર્વ બેંકે સતત મોટા પગલા લીધા છે. મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે તેના રેપો રેટમાં અનેક વખત વધારો કર્યો છે. તે 4.00 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. રેપો રેટમાં વધારાને કારણે ઘણી બેંકો તેમના થાપણ દર અને લોનના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. હવે આ યાદીમાં HDFC બેંક અને ફેડરલ બેંકનું નામ પણ સામેલ થઈ ગયું છે.
HDFC બેંકે એક સપ્તાહની અંદર બીજી વખત FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વખતે બેંકે જથ્થાબંધ થાપણો એટલે કે 2 થી 5 કરોડ રૂપિયાની એફડીના દરો વધારવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, ફેડરલ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. HDFC બેંકનો નવો વ્યાજ દર 18 નવેમ્બર 2022થી અમલમાં આવ્યો છે. બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.75 ટકાથી 6.25 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.