Sunday, April 27, 2025
Homeમાન્ચેસ્ટર ખાતે વિન્ડીઝ સામે વિરાટ પડકાર, આજની મેચ હારે તો હોલ્ડરની ટીમ...
Array

માન્ચેસ્ટર ખાતે વિન્ડીઝ સામે વિરાટ પડકાર, આજની મેચ હારે તો હોલ્ડરની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર

- Advertisement -

વર્લ્ડકપની 34મી મેચમાં ઓલ્ડ ટ્રેફોર્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટકરાશે. ભારતના 5 મેચમાં 4 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 9 પોઇન્ટ છે. જો તેઓ આજની મેચ જીતે તો સેમિફાઇનલથી એક કદમ દૂર રહેશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના 6 મેચમાં 1 જીત, 4 હાર અને 1 નો રિઝલ્ટ સાથે 3 પોઇન્ટ છે. જો તેઓ આજની મેચ હારશે તો ટૂર્નામેન્ટની બહાર થઇ જશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું બેટ વિન્ડીઝ સામે સારું ચાલે છે. વિન્ડીઝ સામેની છેલ્લી 6 મેચમાં કોહલીએ 4 સદી ફટકારતાં 188ની એવરેજથી 564 રન કર્યા છે. વિન્ડીઝને ભારત સામે વર્લ્ડકપમાં 27 વર્ષ પછી જીતનો સ્વાદ ચાખવો હોય તો કોહલીને જલ્દી આઉટ કરવો અગત્યનો થઇ જાય છે.

ક્રિસ ગેલ વિન્ડીઝ માટે હાઈએસ્ટ રન સ્કોરર બની શકે છે: બ્રાયન લારાએ વેસ્ટ ઇન્ડિઝ માટે 295 મેચમાં 10398 રન કર્યા છે, જયારે વર્લ્ડ 11 માટે રમતાં 4 મેચમાં 57 રન કર્યા છે. ગેલે વિન્ડીઝ માટે 292 મેચમાં 10290 રન કર્યા છે, જયારે વર્લ્ડ 11 માટે 3 મેચમાં 55 રન કર્યા છે. આમ ગેલ લારાના રેકોર્ડથી 59 રન દૂર છે.

વર્લ્ડ કપ હેડ ટૂ હેડ: વર્લ્ડકપમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ 8 વાર એકબીજા સામે ટકરાયા છે. ભારતે તેમાંથી 5 મેચ જીતી છે, જયારે વેસ્ટ ઈન્ડિઝે 3 મેચ જીતી છે. ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે 1992ના વર્લ્ડકપમાં હાર્યું હતું. તે પછી ભારતે 1996, 2011 અને 2015 ત્રણેય વખતે જીત મેળવી હતી. 1992ની હાર પહેલા ભારતે વિન્ડીઝને 1983ના વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. તે ફાઇનલ પહેલા ભારત 83ના વર્લ્ડકપમાં ભારત અને વિન્ડીઝ 1-1 મેચ જીત્યું હતું, 79ના વર્લ્ડકપમાં ભારત હાર્યું હતું.

વેધર અને પિચ રિપોર્ટ: ગુરુવારે માન્ચેસ્ટરમાં વરસાદની બિલકુલ સંભાવના નથી. આખો દિવસ તડકો રહેશે. તાપમાની 18થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. માન્ચેસ્ટરમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે.

ટીમ ન્યુઝ

ભારત: ભારત પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી. ભુવનેશ્વર હજી ફિટ થયો નથી અને મોહમ્મદ શમી તેનું સ્થાન જાળવી રાખશે. અફઘાનિસ્તાન સામેના તેના પ્રદર્શનથી ટીમ સંતુષ્ટ છે. ટીમ અખતરો કરવાં વિન્ડીઝ સામે ત્રીજા સ્પિનર સાથે મેદાને ઉતરી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

વેસ્ટ ઇન્ડિઝ: ઈજાગ્રસ્ત ઓપનર એવીંન લુઈસ અંગે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેચ પહેલા નિર્ણય લેશે. જો તે ન રમે તો તેની ગેરહાજરીમાં ડેરેન બ્રાવોને તક મળી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝની સંભવિત પ્લેઈંગ 11: ક્રિસ ગેલ, શાઈ હોપ, એવીન લુઇસ/ ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, એશ્લે નર્સ, શેલ્ડન કોતરેલ, કેમર રોચ અને ઓશેન થોમસ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular