Friday, December 3, 2021
Homeપ્રેમસંબંધ : મિલકતના પેપર કહી પત્ની પાસે છૂટાછેડા માટે સહીઓ કરાવી પ્રેમિકાને...
Array

પ્રેમસંબંધ : મિલકતના પેપર કહી પત્ની પાસે છૂટાછેડા માટે સહીઓ કરાવી પ્રેમિકાને પરણી ગયો

મહેસાણા. પરિણીત યુવાનને પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાતાં મિલકતના પેપર્સ ઉપર સહી કરવાનું કહી પત્ની પાસે છુટાછેડાના દસ્તાવેજો પર સહી કરાવી પ્રેમિકા સાથે પુન:લગ્ન કરી લીધાનો મામલો મહેસાણા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવ્યો હતો. જેમાં બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો વચ્ચે પતિએ પ્રથમ પત્નીને રાખવાનો ઇન્કાર કરતાં આખરે મામલો ભરણપોષણ અને પુન:લગ્ન ગેરકાયદે હોવા સંબંધે પોલીસ ફરિયાદ કરવા સુધી પહોંચ્યો હતો.

છેલ્લા 2 વર્ષથી દારૂ પીને માર મારતાં પતિથી કંટાળી મહિલા આખરે સંતાનોને લઇ પિયર ચાલી ગઇ હતી. આ દરમિયાન પતિએ તેના મોબાઇલમાં મંદિરમાં મહિલાની પાંથીમાં સિંદૂર પૂરવાના અને હાર પહેરાવતા મૂકેલા ફોટા જોઇ તેની પત્ની ચોંકી ગઇ હતી અને છુટાછેડા વિના લગ્ન ના કરી શકે તે મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તપાસ કરતાં પતિએ મિલકતના દસ્તાવેજોમાં સહી કરાવવાનું કહી છુટાછેડા લેખમાં સહીઓ કરાવી દીધાનું ખુલ્યું હતું.

આથી મહિલાએ પતિએ છેતરપિંડીથી છુટાછેડા લઇ બીજા લગ્ન કર્યા હોવાની અરજી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આપી હતી. જોકે, યુવાને પ્રથમ પત્ની સાથે રહેવાનો ઇન્કાર કરતાં કાઉન્સિલરે મહિલાને કોર્ટમાંથી ભરણપોષણ અપાવવા અને પતિના બીજા લગ્ન ખોટા હોવા બાબતે પોલીસ કાર્યવાહીમાં મદદ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments