ગોંડલ : પુત્રના ગળે છરી રાખી મારી નાંખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું,

0
0

ગોંડલ: જેતપુર તાલુકાના દેરડીધારમાં રહેતી પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફતિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 1,20.,000, સોનાના બે જોડી બુટીયા તેમજ 5 ઓમકાર સાચવવા લીધા હતા જે પરત માંગતા મારી રોકડ અને દાગીના ન આપી છેતરપિંડી કરી હતી. તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ 376 342 406 420 114 506 114 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here