ડિસ્ચાર્જ : ઝોયા મોરાનીનો કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

0
5

મુંબઈ. એક્ટ્રેસ ઝોયા મોરાનીને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલાંથી રજા આપી દેવામાં આવી છે. ઝોયાના કોરોનાના બે ટેસ્ટ સતત નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી છે. ઝોયાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ વાતની માહિતી આપી હતી.

ઝોયાએ હોસ્પિટલની તસવીર શૅર કરી હતી, જેમાં તે સર્જિકલ માસ્ક સાથે જોવા મળી હતી અને તેની પાછળ હોસ્પિટલ સ્ટાફ હતો. તસવીર સાથે ઝોયાએ કેપ્શન આપ્યું હતું, મારા અવકાશના લડવૈયાઓને આવજો કહેવાનો સમય આવી ગયો છે, હું મારી પ્રાર્થનામાં તેમને હંમેશાં યાદ રાખીશ. ICUના આઈસોલેશન વોર્ડને ગુડબાય.

વરૂણ ધવન સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ કરી હતી

શનિવારે (11 એપ્રિલ) ઝોયાએ વરુણ ધવન સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન કર્યું હતું અને તેણે કહ્યું હતું કે હવે તેને ઘણું જ સારું છે અને તે એકાદ બે દિવસમાં ઘરે પરત ફરશે. ઝોયાએ કહ્યું હતું કે હોસ્પિટલમાં આવ્યાના બીજા જ દિવસથી તેની તબિયતમાં સુધારો થયો હતો. બીજા દિવસે જ તેની શ્વાસની તકલીફ બંધ થઈ ગઈ હતી. તેને થોડો તાવ તથા નાકમાંથી પાણી પડતું હતું પરંતુ હવે ઠીક થઈ ગયું છે. હોસ્પિટલ આવવાનો નિર્ણય બેસ્ટ હતો. તે અહીંયા આવ્યા બાદ તરત જ સાજી થઈ ગઈ.

ઝોયાની બહેનને પણ રજા આપવામાં આવી

ઝોયાની નાની બહેન શાઝાનો પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શાઝાને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. તેને શનિવારે (11 એપ્રિલ) રજા આપવામાં આવી હતી. જોકે, તેમના પિતા કરીમ મોરાની હજી પણ નાણાવટી હોસ્પિટલમાં છે. તેમનો કોરોનાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ઝોયા શરૂઆતમાં ડરી ગઈ હતી

વરુણ સાથેની વાતચીતમાં ઝોયાએ કહ્યું હતું કે તેને પહેલાં વિશ્વાસ જ ના થયો કે તેની સાથે આમ બન્યું છે. તે શરૂઆતમાં ડરી ગઈ હતી પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે આની સારવાર શક્ય છે અને આમાં ડરવા જેવું નથી. આ સામાન્ય ફ્લૂ જેવું જ લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝોયા રાજસ્થાનથી પરત ફરી હતી અને શાઝા શ્રીલંકાથી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here