બનાસકાંઠા : વાવ પોલીસ સ્ટેશનમાં PI અને PSI ને પોલિસપોથી નામની માસિક પત્રિકા આપીને સન્માનિત કરવામાં આવ્યા.

0
5

લાખણી : કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી સંભાળતી ગુજરાત પોલીસની કામગીરીને જાહેર કરવા માટે પોલીસ પોથી નામની માસિક પત્રિકા બનાવવામાં આવી છે જે પત્રિકામાં પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી જેવી કે ગુનાનો ભેદ ઉકેલવો-આરોપીની ધરપકડ કરવી- અનૈતિક ધંધા ઓ અને પ્રવૃતિઓ કરનાર ઉપર રેડ કરીને કાર્યવાહી કરવી સહિતની કાયદો અને વ્યવસ્થા સચવાય તેવી તમામ સકારાત્મક પ્રવૃતિઓની નોંધ લેવામાં આવી રહી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકો ગણાતા વાવ પોલીસ મથકમાં વાવ પોલીસ પોથીના મિત્ર સતિષભાઈ દવે (માડકા) જોઓએ વાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.એન.જાડેજા અને સી.પી.આઇ બી.જે.ચાવડા નું પોલીસ પોથી પત્રિકા આપીને સન્માન કર્યું હતું સાથે સાથે કોરોનાની મહામારી સમયે વાવ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા