બ્લડપ્રેશરમાં વધ-ઘટ થતાં તબિયત ખરાબ, ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગયા હતા

0
16

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર ચઢ-ઊતર થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ-19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યાં નથી.

હોસ્પિટલે પ્રેસ નોટ રિલીઝ કરી

અપોલો હોસ્પિટલે રજનીકાંતની હેલ્થ અપડેટ અંગે પ્રેસ નોટ રિલીઝ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, ‘મિસ્ટર રજનીકાંતને આજે સવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી હૈદરાબાદમાં શૂટિંગ કરતા હતા. સેટ પર કેટલાક લોકો કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. મિસ્ટર રજનીકાંતનો ટેસ્ટ 22 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ હતો. ત્યાર બાદ તેમણે પોતાની જાતને આઈસોલેટ કરી હતી અને ડૉક્ટર સતત તેમની દેખરેખ રાખતા હતા. તેમનામાં કોવિડ-19ના એક પણ લક્ષણ નથી, તેમનું બ્લડપ્રેશરમાં ગંભીર રીતે વધ-ઘટ જોવા મળી હતી અને વધુ તપાસ અર્થે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમનું બ્લડપ્રેશર નૉર્મલ નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. બ્લડપ્રેશરની વધઘટ સિવાય તેમને અન્ય કોઈ લક્ષણો નથી અને કાર્ડિયો–વૅસ્ક્યુલર સ્ટેબલ છે.’

કોરોના રિપોર્ટ નેગેટિવ

થોડા સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના સેટ પર સાત ક્રૂ-મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગ શરૂ થયું હતું

રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

રાજકારણમાં ફોકસ કરશે

રજનીકાંત ત્રણ-ચાર અઠવાડિયાંમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રાજકારણમાં ફોકસ કરવા માગે છે. હાલમાં જ રજનીકાંતે પોતાની પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી હતી. તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

હાલમાં જ 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

રજનીકાંતે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોએ રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here