અમદાવાદ : પોલીસવાળા પાસે ગરબાના પાસ લેવા ગયા ને દંડ ભરીને આવ્યાં

0
9

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગરબાનાં પાસ લેવાં ગયેલાં ખેલૈયાઓ સાથે હાસ્યાસ્પદ ઘટનાં બની હતી. આ ખેલૈયાઓ ઓળખીતાં પોલીસવાળા પાસે પોલીસ સ્ટેશનમાં ગરબાનાં પાસ લેવા ગયા હતા. જોકે તેમને ટ્રાફિક નિયમનાં ભંગ બદલ પાસની સાથે સાથે મેમો પણ ફટકાર્યો હતો. સ્થળ મેમોનો દંડ પોલીસે વાહન ચાલક ખેલૈયાઓ પાસે ભરાવડાવ્યો હતો.

  • મફતનાં ગરબાના પાસ લેવા ગયા ને દંડનાં પૈસા ભરતા આવ્યાં
  • પોલીસ સ્ટેશનથી પાસ લઇને નિક્ળ્યાં ત્યાં જ પીસીઆર વાનનાં પોલીસ કર્મીએ રોક્યાં
  • હેલ્મેટ વગર પોલીસ સ્ટેશનમાં ગરબાના પાસ લેવા ગયાને મેમો ફાટ્યો

નવરાત્રીમાં ખેલૈયાઓ પાસનાં જુગાડ માટે ઓળખીતા પોલીસકર્મીઓને ફોન કરતાં હોય છે. નિકોલમાં કેટલાંક ગરબા પ્રેમીઓ ઓળખીતા કોન્સ્ટેબલ પાસે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગરબાનાં પાસ લેવા ગયાં હતાં. પાસ લઇનેપાછા ફરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે ટુ વ્હિકલ પર હેલ્મેટ પહેર્યું નહોતું. જેનાં કારણે ત્યાં જ પીસીઆર વાનનાં પોલીસ કર્મીઓએ વાહન ચાલકોને રોક્યા હતાં. પોલીસ કર્મીઓએ આ ગરબા રસિયાઓેને હેલ્મેટ નહીં પહેરવા બદલ મેમો ફટકાર્યો હતો. તેમજ તેમની પાસેથી દંડ વસુલ્યો હતો.

નિયમોનું ભંગ કરનારને દંડ કરાયો છે

આ અંગે વાત કરતા નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાસ લેવા માટે આવેલાં કે અન્ય કામથી આવેલાં લોકો કે જેમને ટ્રાફિકનાં નિયમોનું પાલન નહોતું કર્યું. તેમને મેમો આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here