Friday, August 6, 2021
Homeરિચા ચઢ્ઢા માનહાનિ કેસ : બોમ્બે હાઈકોર્ટે પાયલ ઘોષને પૂછ્યું- તે પોતાના...
Array

રિચા ચઢ્ઢા માનહાનિ કેસ : બોમ્બે હાઈકોર્ટે પાયલ ઘોષને પૂછ્યું- તે પોતાના નિવેદન પર માફી માગશે, KRK તથા ન્યૂઝ ચેનલ પર પણ કેસ કર્યો છે

એક્ટ્રેસ રિચા ચઢ્ઢાના માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં આજે (7 ઓક્ટોબર) સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે એક્ટ્રેસ પાયલના વકીલ નિતિન સતપુતેને સવાલ કર્યો હતો કે તે માફી માગશે? વકીલ નિતિને દલીલ કરી હતી કે પાયલે રિચા અંગે જે પણ વાત કહી હતી તે માસૂમિયત સાથે કહી હતી. તે રિચાની ફોલોઅર છે. વકીલે કહ્યું હતું કે પાયલ મોડી રાત્રે મુંબઈ આવી હતી અને તેથી જ કોર્ટ તેમને થોડો સમય આપે. કોર્ટે ત્રણ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. કોર્ટમાં નિવેદનની CD પણ રજૂ કરવામાં આવી હતી.

એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પાયલ, KRK (કમાલ આર ખાન), ન્યૂઝ ચેનલ પર 1.1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ દાખલ કર્યો છે. કોર્ટ પ્રમાણે, જેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે, તેમને નોટિસ આપવામાં આવી નહોતી. આથી જ કોર્ટમાં રજૂ કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને સુનાવણી સાત ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી હતી. જસ્ટિસ અનિલ કે મેનનની સિંગલ બેંચ સુનાવણી કરે છે. રિચાના વરિષ્ઠ વકીલ વીરેન્દ્ર તુલજાપુરકરે આ અરજી કરી હતી.

આ રીતે રિચાનું નામ આવ્યું

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. તે સમયે પાયલે પોતાની વાત રજૂ કરતી વખતે એમ કહ્યું હતું કે એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે અનુરાગ સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પાયલે આ એક્ટ્રેસિસમાં રિચા ચઢ્ઢા, માહી ગીલ તથા હુમા કુરૈશીનું નામ લીધું હતું. પાયલના આ નિવેદનની વિરુદ્ધ રિચાએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી મંગળવાર, 6 ઓક્ટોબરના રોજ થઈ હતી પરંતુ અહીંયા સામેનો પક્ષકાર હાજર રહ્યો નહોતો. કેસને એક દિવસ વધારીને બોમ્બે હાઈકોર્ટે સાત ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી છે.

પાયલે કોર્ટ કેસ અંગે શું કહ્યું હતું?

એક ઈન્ટરવ્યૂમાં પાયલે નોટિસ અંગે કહ્યું હતું કે તેણે આ વાત કહી નથી પરંતુ અનુરાગે કહી હતી. તેણે તો માત્ર એ જ વાત કહી જે તેને અનુરાગે કહી હતી. તે એ યુવતીઓને ઓળખતી પણ નથી તો તે કેમ એ લોકોના નામ લેશે? તે લોકો કોણ છે? રિચાએ અનુરાગને પૂછવું જોઈએ કે તેમણે કેમ તેનું નામ લીધું?

રિચાએ નિવેદન આપ્યું

રિચાએ આ પહેલા એક નિવેદન આપ્યું હતું. પાયલના ઈન્ટરવ્યૂ બાદ રિચાના વકીલે એક્ટ્રેસનું સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટ પ્રમાણે, રિચાએ થર્ડ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિવાદ તથા આક્ષેપમાં તેનું નામ ખોટી રીતે લેવામાં આવ્યું હોવાની કડક નિંદા કરી હતી. રિચા માને છએ કે કોઈ મહિલાની સાથે જો વાસ્તવમાં કંઈક ખોટું થયું હોય તો તેને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ. કાર્યક્ષેત્રમાં મહિલાઓને સમાન દરજ્જો મળવો જોઈએ અને ત્યાં તેની પ્રતિષ્ઠાને કોઈ પણ આંચ ના આવે તું ધ્યાન રાખવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments