વિક્રમ લેન્ડરનું લોકેશન મળ્યાં બાદ ISROના વડા કે. સિવનનું મોટુ નિવેદન

0
0

ISROના વડા કે. સિવને કહ્યું, અમે વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. ઇસરો (ISRO)એ ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશે જાણકારી મેળવી લીધી છે. ઓર્બિટરે થર્મલ ઇમેજ કેમેરાથી તેની તસવીર લીધી છે.

ઇસરો પ્રમુખ કે. સિવને રવિવારે જાણકારી આપી છે કે ઓર્બિટરે વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઇમેજ પણ ખેંચી છે. પરંતુ ઓર્બિટરનો તેની સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. ન્યૂઝ એજન્સી  સાથે વાતચીત કરતા ઇસરોના પ્રમુખે આ જાણકારી આપી છે.

એમણે કહ્યું કે ‘ઓર્બિટરે વિક્રમ લેન્ડરની જાણકારી મેળવી લીધી છે. ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઇમેજ પણ ખેંચી છે. કે. સિવને કહ્યું કે અમે લોકો સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલ્દી જ તેની સાથે સંપર્ક સ્થાપિત થઇ જશે.’

નોંધનીય છે કે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવા માટે ભારતના સાહસિક પગલાને શનિવારે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરની ઉંચાઇ પર સંપર્ક ટુટી ગયો.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) મુજબ લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણી ધ્રુવની તરફ આગળ વધી રહ્યું હતું અને તેની સપાટીથી સ્પર્શના માત્ર કેટલીક સેકન્ડ જ દૂર હતું ત્યારે 2.1 કિલોમીટરની ઉંચાઇ પર જ તેનો જમીનથી સંપર્ક તુટી ગયો હતો. લગભગ એક દાયકા પહેલા ચંદ્રયાન 2 મિશનની પરિકલ્પના કરવામાં આવી હતી અને 978 કરોડના આ અભિયાન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પહેલો દેશ બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here