વૈજ્ઞાનિકોનો દાવો : હેડફોન્સથી વજનમાં ઘટાડો અને બ્લડ સુગર લેવલ થશે કંટ્રોલ

0
5

વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના નુસખાઓ અજમાવે છે. વજન ઓછું કરવા માટે લોકોને તેમની પસંદની વસ્તુઓને ટાળવી પડે છે. આ સાથે ઘણી મહેનત પણ કરવી પડે છે. લોકો વજન ઘટાડવા માટે જીમમાં કલાકો પસાર કરે છે. વધતા જતા વજનને ઘટાડવા માટે તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું.

આ સંશોધન મુજબ હેડફોન્સની મદદથી વજન ઘટાડી શકાય છે. એટલે હવે તમે ઘરે બેસીને વજન ઘટાડી શકો છો. આ સંશોધનમા દાવો કરવામાં આવ્યો છે કે હેડફોન્સ મોટાપાથી રાહત આપી શકે છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે હેડફોનની મદદથી બ્લડ સુગર લેવલને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. ચાલો આ સંશોધન વિશે વધારે જાણીએ.

કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતે થયું સંશોધન

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ એક હેડફોન ડિઝાઇન કર્યુ છે જેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકાય છે. અમેરિકન સાયકોલોજિસ્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક આર્ટિકલ મુજબ, હેડફોન્સ પહેરવાથી વ્યક્તિને કોઈ મુશ્કેલી થતી નથી. હેડફોન્સ પહેરવાથી માત્ર કાનની પાછળ થોડી ગલીપચી લાગશે. આર્ટિકલ મુજબ, હેડફોન્સ ટ્રાયલ્સમાં સફળ રહ્યા છે.

200 લોકો પર કરવામાં આવ્યું છે પરીક્ષણ

ત્રણ મહિના સુધી દરરોજ 200 લોકો પર હેડફોનોનું પરીક્ષણ કરવામાં આવતું હતું. આ 200 લોકોએ વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

હેડફોનના બંને સ્પીકર્સમાં છે ઇલેક્ટ્રોડ્સ

હેડફોનના બંને સ્પીકર્સમાં ઇલેક્ટ્રોડ્સ મૂકવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રોડ્સની મદદથી ઇલેક્ટ્રિક સિગ્નલ કાનની પાછળના ભાગમાં હાજર ‘વેસ્ટિબ્યુલર’ નસોમાં પ્રસારિત થાય છે. તમને જણાવી દઈએ કે વેસ્ટિબ્યુલર નસો મગજના ‘હાયપોથાલેમસ’ ભાગ સાથે જોડાયેલી હોય છે જે ભૂખને કાબૂમાં રાખવામાં અને ચરબી સંગ્રહની પ્રક્રિયામાં મદદ કરે છે. આ હેડફોન્સ હાયપોથાલેમસ ભાગને સક્રિય રાખે છે. હાયપોથાલેમસના સક્રિય રહેવાથી ભૂખ અને વજન વધશે નહીં.

લેપ્ટિન હોર્મોનને કરે છે સક્રિય

લેપ્ટિન હોર્મોન ‘હાયપોથાલેમસ’ ભાગના સક્રિયકરણ દ્વારા પણ સક્રિય થાય છે, જે માણસને ખોરાકની બાબતમાં સંતુષ્ટ રાખે છે. વધુ ખાવાથી વજન વધે છે, પરંતુ લેપ્ટિન હોર્મોન સક્રિય થવાના કારણે, વધુ ખાવાની ઇચ્છા થતી નથી.

ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ હેડફોન ફાયદાકારક છે

સંશોધનકારોના મતે, હેડફોન સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં પણ મદદગાર છે. હેડફોનની મદદથી બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે. આ હેડફોન ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here