કોરોના ઇફેક્ટ : 50 વર્ષથી વધુ વયના 74 પોલીસ કર્મચારીઓને કોરોનાથી બચાવવા હેડ ક્વાર્ટરમાં ફરજ સોંપાશે

0
6

મહેસાણા જિલ્લામા લોકડાઉન દરમિયાન બદોબસ્ત તેમજ એકટીવ જગ્યા પર ફરજ બજાવતા 50 વર્ષથી વધુ ઉમંરના પોલીસકર્મીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા મહેસાણા ડીએસપી મનીષસિંહે પોલીસ હેડ ક્વાટરમા વિવિધ જગ્યાઓ પર ફરજ સોંપવાનો નિર્ણય લીધો છે.સાથોસાથ દુરના પોલીસ સ્ટેશનોમા અપડાઉન કરતા પોલીસકર્મીઓને વર્તમાન સમયમા તેમના રેસીડેન્ટ નજીકના પોલીસ સ્ટેશનોમા ફરજ સોંપવાનો નિર્ણય લઇ અમલાવારી શરૂ કરી છે. અમદાવાદ સહિતના પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમા આવ્યા છે.

પોલીસકર્મીઓને નજીકના પોલીસ સ્ટેશનોમા ફરજ સોંપવા નિર્ણય

જિલ્લા પોલીસની સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખી  જિલ્લા પોલીસવડા મનીષસિંહે 50થી વધુ ઉંમરના બદોબસ્ત તેમજ એકટીવ ફરજ બજાવતા જિલ્લાના 74 પોલીસકર્મીઓને હાલના તબક્કે પોલીસ હેડ ક્વાટરમા ફરજ સોંપવાનો પોલીસ હિતનો નિર્ણય લીધો હતો.તેમની જગ્યાએ બેંકગાર્ડ,ઇવીએમ ગાર્ડ અને ફરજ બજાવતા યુવા પોલીસકર્મીઓને ફરજ સોંપવા નિયત કરાયુ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમા ખડેપગે 12-12 કલાકની નોકરી કરતા પોલીસકર્મીઓની સ્થિતિને ધ્યાનમા રાખી મહેસાણા ડીએસપીએ જે પોલીસકર્મીઓ દુરના પોલીસ સ્ટેશનોમા અપડાઉન કરી રહ્યા છે.તેમના રહેણાંક નજીકના પોલીસ સ્ટેશનોમા ફરજ સોંપવા નિર્ણય લઇને અમલવારી શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here